Latest news in gujarati
Rajkot Market Yard :રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં જન્માષ્ટ્રમીના તહેવારો નિમિતે વેપારીઓની માંગણીને અનુલક્ષીને ચેરમેન જયેશભાઇ બોઘરા અને વાઇસ ચેરમેન વિજયભાઇ કોરાટના આદેશથી આઠ દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.તા.૨૬ ઓગષ્ટ્રને સોમવારથી યાર્ડમાં હરરાજી સહિતના કામકાજ બધં થશે જે તા.૨ સપ્ટેમ્બરને સોમવાર સુધી બધં રહેશે. યારે તા.૩ સપ્ટેમ્બરથી રાબેતા મુજબ વેપાર શરૂ થશે.
જાણો કેટલા દિવસ બંધ રહેશે યાર્ડ
રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી રજા મુજબ મુખ્ય બેડી યાર્ડ તા. 26 ઓગસ્ટથી 2જી સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ બંધ રહેશે. જ્યારે રાજકોટમાં આવેલી પેટા યાર્ડોમાં જાહેર કરાયેલી રજા મુજબ તા.25 થી 28 દરમિયાન શાકભાજી વિભાગ, તા.25 થી 27 બટાકા વિભાગ, તા.25 થી 28 ડુંગળી વિભાગ અને તા. 26થી 27 એક દિવસ સબયાર્ડનો ઘાસચારા વિભાગ બંધ રહેશે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે શાકભાજી અને જણસીની આવક થઈ રહી છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી બટાકા, ટામેટા સહિત લીંબુના ભાવમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. માર્કેટે યાર્ડમાં શાકભાજીની સાથે સાથે કપાસ, મગફળી અને ઘઉં સહિતના પાકની આવક થઈ હતી.
રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના 1200થી 1800 રૂપિયા, બટાકા 300થી 641 રૂપિયા, ટામેટા 360 થી 800 રૂપિયા, લીલી મરચા 500થી 800 રૂપિયા, રીંગણ 700થી 800 રૂપિયા અને ભીંડા 300થી 400 રૂપિયાના ભાવે મળી રહ્યા છે