Gujarat Live Update
Gujarat: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ સુરત શહેરની હદમાં મેફેડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે. Gujarat આ કાર્યવાહી દરમિયાન ATSએ 20 કરોડ રૂપિયાની દવાઓ અને કાચો માલ જપ્ત કર્યો છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી.
એટીએસના નાયબ પોલીસ મહાનિરીક્ષક સુનીલ જોશીએ જણાવ્યું હતું કે ચોક્કસ માહિતીના આધારે, એટીએસની ટીમે બુધવારે રાત્રે સુરત શહેરની બહારના એક ઔદ્યોગિક શેડ પર દરોડો પાડ્યો હતો અને પ્રતિબંધિત પદાર્થો બનાવવા માટે વપરાયેલ MD ડ્રગ્સ (મેફેડ્રોન) અને કાચો માલ જપ્ત કર્યો હતો. જે બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Gujarat Latest News
જોશીએ જણાવ્યું હતું કે, અમે સ્થળ પરથી આશરે 20 કરોડ રૂપિયાની કિંમતનો માદક દ્રવ્ય અને કાચો માલ જપ્ત કર્યો છે. શેડની અંદર હાજર બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે.
અગાઉ પણ 230 કરોડની કિંમતનો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો હતો.
અગાઉ 28 એપ્રિલ, 2024 ના રોજ, ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને પડોશી રાજસ્થાનમાં ચાર ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. તે દરોડામાં રૂ. 230 કરોડની કિંમતનું મેફેડ્રોન (સિન્થેટિક સ્ટિમ્યુલન્ટ ડ્રગ) જપ્ત કરવામાં આવ્યું હતું. તેઓએ આ રેકેટમાં સંડોવણી બદલ તેર લોકોની ધરપકડ પણ કરી હતી.