Ambalal Patel
Ambalal Rain Forecast : ગુજરાત માટે 2024 ઘણું અઘરૂં રહ્યું છે. ગરમી પણ એટલી પણ પડી અને ત્યાર બાદ વરસાદ પણ ભારે થયો છે. એટલું જ નહીં પરંતુ બે દિવસ પહેલા ગુજરાત (Gujarat) પર વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી હતી. જેને લઈને અત્યારે મહત્વની સમાચાર સામે આવ્યાં છે. Ambalal Rain Forecast ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે. અંબાલાલના કહ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં સર્જાયેલ વાવઝોડાનો ખતરો ટળ્યી ગયો છે.
વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમરોળશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત (Gujarat)ના કચ્છમાં સક્રિય થયેલ વાવઝોડું ઓમાન તરફ ફંટાયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, વાવાઝોડાનું જોર ઘટતા ગુજરાત માટે આ રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે, પરંતું ગુજરાતને ફરી વધુ એક વરસાદી સિસ્ટમ ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યાં પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે ભારે વરસાદ થવાની સંભાવનાઓ વર્તાઈ રહીં છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે, 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી Ambalal Rain Forecast અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજી વરસાદનું જોર ઘટ્યું નથી કરાણ કે, આગામી મહિનામાં પણ વરસાદ ગુજરાતને જલબંબાકાર કરવા માટે તૈયાર જ બેઠો છે.
6 થી 10 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ નોંધાશે
રાજ્યમાં 6 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન વધુ એક વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે
તા. 6 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં સર્જાનાર વરસાદી સિસ્ટમને લઈ અનેક જીલ્લામાં વરસાદી માહોલ છવાશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બંગાળનાં ઉપસાગરમાં એક પછી એક વરસાદી સિસ્ટમ બનશે.
આ પણ વાંચો – Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે આસારામને મોટો જટકો આપ્યો, જાણો કોર્ટ પાસે શું માંગણી કરવામાં આવી?