તમે જો પાંચસોની ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનું ચિત્ર જુઓ તો આશ્ચર્ય નહીં પણ આઘાત લાગે. જોકે એવું થયું છે. આમ તો આપણે હવે મોટેભાગે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. યુપીઆઈ જેવી એપથી પૈસાનો વ્યવહાર ભલે ચાલતો પરંતુ રોકડનું ચલણ પણ કંઈ બંધ નથી થયું. એટલે જ જો કોઈ મોટી રકમની લેવડદેવડ રોકડેથી કરવાની થાય તો શું થઈ શકે છે, એ અમદાવાદની ઘટનામાં જોવા મળ્યું.
2100 ગ્રામ સોના માટે 1.60 કરોડની ડીલ
જેમાં રૂ. 1.60 કરોડના સોનાના સોદામાં 500 રૂપિયાની નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નકલી નોટોની વિશિષ્ટતા એ હતી કે, નોટ પર મહાત્મા ગાંધીના ચિત્રના બદલે અનુપમ નામના વ્યક્તિનું ચિત્ર છપાયું હતું, અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની જગ્યાએ Start Bank of India લખેલું હતું. એટલું જ નહી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાનું સોનુ ખરીદવા માટે એક આંગડીયા પેઢી ઊભી કરવામાં આવી હતી
2100 ગ્રામ સોનું ખરીદવા માટે રૂ. 1 કરોડ 60 લાખનો સોદો થયો હતો. સોનીની દુકાનના કર્મચારીઓ સોનું લઇને ત્યાં પહોંચ્યા ત્યારે અગાઉ હાજર બે શખ્સોએ તેમને બેન્કના સ્ટેમ્પવાળી 1 કરોડ 30 લાખની નોટો બતાવી અને કહ્યંy તમે મને સોનું આપો એટલે હું બાજુની દુકાનમાંથી રૂ. 30 લાખ લઇ આવું છું. ત્યાં સુધી તમે મશીનમાં નોટો ગણી લો. ત્યાર બાદ સોનું લઇને ગઠિયાઓ નીકળી ગયા હતા. જોકે જ્યારે નોટો ગણાતી હતી ત્યારે ખબર પડી કે આ નોટો નકલી હતી અને નોટો પર ગાંધીજીની જગ્યાએ બોલિવુડ અભિનેતા અનુપમ ખેરનો ફોટો હતો.
આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ
વેપારી સાથે 1.30 કરોડની ડુપ્લીકેટ નોટો આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.