અનંત અંબાણી છેલ્લા આઠ દિવસથી જામનગરથી દ્વારકા ચાલીને જઈ રહ્યા છે. આ દરમિયાન બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા હતા.
અનંત અંબાણીએ આજે સવારે 5 વાગ્યે મહાદેવડિયા ગામ નજીકથી યાત્રા શરૂ કરી અને ખાડી નજીક યાત્રા પૂર્ણ કરી. અનંતે આઠ દિવસમાં ૮૧ કિલોમીટરનું અંતર કાપ્યું. અનંત અંબાણીની પદયાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા. તેમણે ખુલ્લા પગે યાત્રામાં ભાગ લીધો હતો.
#WATCH | Devbhumi Dwarka, Gujarat: Bageshwar Dham Sarkar Acharya Dhirendra Shastri joined the 'Padyatra' of Anant Ambani, Director, Reliance Industries Limited, from Jamnagar to Dwarkadhish Temple. The 'Padyatra' was undertaken on 1st April. pic.twitter.com/sdDcBQ8MPv
— ANI (@ANI) April 4, 2025
ધીરેન્દ્ર શાસ્ત્રી ખુલ્લા પગે ચાલ્યા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “આ ભક્તિ અને શક્તિની યાત્રા છે. મારા પ્રિય મિત્ર અનંત અંબાણી દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવવા જઈ રહ્યા છે.”
યાત્રામાં 200 બ્રાહ્મણોએ ભાગ લીધો હતો
આ યાત્રા દરમિયાન, અનંત અંબાણી 200 બ્રાહ્મણો સાથે ચાલ્યા. આ દરમિયાન લોકો અનંત અંબાણી સાથે ફોટા પડાવવા પણ આવ્યા અને તેમને દ્વારકાધીશનો ફોટો પણ ભેટ આપ્યો.