Gujarat : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદી પરનો એક નાનો પુલ મંગળવારે બપોરે ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ અચાનક પાણીમાં વધારો થવાને કારણે તૂટી પડ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે.કે.શર્માએ જણાવ્યું હતું કે આ લગભગ 100 મીટર લાંબો પુલ હબિયાસર ગામને ચોટીલા શહેર સાથે જોડતો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર, ખેડા અને દેવભૂમિ દ્વારકામાં પણ સવારે વરસાદ પડ્યો હતો. SDMએ કહ્યું કે તેમને બ્રિજના નિર્માણનું વર્ષ ખબર નથી. વીડિયો બનાવનાર હબિયાસર ગામના સરપંચ તેજાભાઈ ભરવાડે દાવો કર્યો હતો કે આ પુલ પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો.
મેજિસ્ટ્રેટ શર્માએ કહ્યું કે નાની મોરસલ ગામ પાસે ડેમ ઓવરફ્લો થવાને કારણે નદીમાં પાણીનો મોટો જથ્થો વહી ગયો, જેના કારણે પુલ તૂટી પડ્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમણે કહ્યું કે વહીવટીતંત્રને ક્યારેય પુલના માળખાકીય મુદ્દાઓ અથવા તેના નબળા પડવા અંગે કોઈ રજૂઆત મળી નથી. ભરવાડે દાવો કર્યો હતો કે વૈકલ્પિક માર્ગોના અભાવે હબિયાસર ગામ હવે રાજ્યના બાકીના ભાગોથી કપાયેલું છે.
પુલ ધરાશાયી થવાથી 800 લોકો પ્રભાવિત
સરપંચ ભરવાડે દાવો કર્યો હતો કે આ પુલ પાંચ વર્ષ પહેલા જ બન્યો હતો. આ પુલ લગભગ 1.30 કલાકે ધરાશાયી થયો હતો. ભરવાડે જણાવ્યું હતું કે જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે બાંધકામની ટેક્નોલોજીમાં ખામી હોવાથી મેં તેનો વિરોધ કર્યો હતો. જો કે કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ બાંધકામની નવી પદ્ધતિ છે. આખરે આજે પુલ તૂટી ગયો. તેમણે કહ્યું કે આ પુલ તૂટી પડવાને કારણે રાજ્યમાંથી 800 ગ્રામજનોનો સંપર્ક કપાઈ ગયો છે.
આ પણ વાંચો – Gujarat Flood : વડોદરામાં પાવરકટ, ઘર અને હોટલોમાં પાણી ઘુસ્યું, દૂધ અને પીવાના પાણીની કટોકટી વચ્ચે હજારો લોકો ફસાયા