ભોજપુરી અને હિન્દી ફિલ્મો માટે પ્રખ્યાત પીઢ અભિનેતા રાકેશ પાંડેનું નિધન થયું છે. ૨૧ માર્ચ, શુક્રવારના રોજ સવારે મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ અભિનેતા 77 વર્ષના હતા. તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઊંઘમાં જ હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું.
અભિનેતાના અંતિમ સંસ્કાર
અહેવાલો અનુસાર, અભિનેતાએ સવારે 8:50 વાગ્યે મુંબઈના જુહુ સ્થિત આરોગ્ય નિધિ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેમની સારવાર ICUમાં ચાલી રહી હતી. અભિનેતાના અંતિમ સંસ્કાર શાસ્ત્રીનગર સ્મશાનગૃહમાં પરિવાર અને નજીકના પરિચિતોની હાજરીમાં કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, પુત્રી જસમીત અને એક પૌત્રી છે.
અભિનેતાની ફિલ્મ કારકિર્દી
રાકેશ પાંડેની મનોરંજન ઉદ્યોગમાં સફર બાસુ ચેટર્જીની ફિલ્મ સારા આકાશ (૧૯૬૯) થી શરૂ થઈ હતી, આ ફિલ્મે તેમને માત્ર એક આશાસ્પદ અભિનેતા તરીકે જ રજૂ કર્યા ન હતા, પરંતુ તેમને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ અપાવ્યો હતો. ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવતા પહેલા, તેઓ થિયેટર સાથે સંકળાયેલા હતા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) પુણે અને બાદમાં ભારતેન્દુ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સમાં તાલીમ લીધી હતી.
રાકેશની શ્રેષ્ઠ ફિલ્મો
તેમની શરૂઆતની કારકિર્દી દરમિયાન, રાકેશ પાંડે IPTA (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન) સાથે પણ સંકળાયેલા હતા, જ્યાં તેમણે તેમની કલાને નિખારવી. રાકેશ પાંડે છેલ્લે 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ રાઇઝ ઓફ સુદર્શન ચક્ર’ માં જોવા મળ્યા હતા. તેમણે બોલીવુડ ફિલ્મો જેવી કે ઇન્ડિયન, દિલ ચાહતા હૈ, બેટા હો તો ઐસા, ચેમ્પિયન, બેટા હો તો ઐસા, અમર પ્રેમ, હિમાલય સે ઊંચો અને ઘણી બધી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે.