બોલિવૂડ અભિનેતા સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જાટ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મના દિગ્દર્શક ગોપીચંદે આજે પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને ખુશખબર આપી છે.
દિગ્દર્શક ગોપીચંદે સોશિયલ મીડિયા પર ‘જાટ’નું પોસ્ટર પણ શેર કર્યું છે અને રિલીઝ તારીખની જાહેરાત કરી છે. ‘જાટ’ ૧૦ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ગોપીચંદે આજે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘દરેકના પ્રિય એક્શન સુપરસ્ટાર સની દેઓલ આવી રહ્યા છે. આ અભિનેતા એક એક્શન ફિલ્મ સાથે મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. ‘જાટ’ ૧૦ એપ્રિલે હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં વિશ્વભરમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. મોટી ઉજવણીની ખાતરી છે.”
HE IS COMING! 🔥🔥🔥
Everyone's favorite Action superstar @iamsunnydeol is set to dominate the big screen with his UNMATCHED AURA this summer. 🤘💥💥#JAAT GRAND RELEASE WORLDWIDE
ON APRIL 10th in Hindi, Telugu, and Tamil.
MASS FEAST GUARANTEED 👊
Produced by @MythriOfficial… pic.twitter.com/IU523eVNLk
— Gopichandh Malineni (@megopichand) January 24, 2025
અક્ષય કુમાર-અરશદ વારસીની જોલી એલએલબી 3 સાથે ટક્કર
રસપ્રદ વાત એ છે કે સની દેઓલની ફિલ્મ ‘જાટ’ અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘જોલી એલએલબી 3’ સાથે ટકરાઈ રહી છે. આ ઉપરાંત, અજિત કુમારની ફિલ્મ ગુડ બેડ અગ્લી, ધનુષની ફિલ્મ ઇડલી કડાઈ, પ્રભાસની ફિલ્મ ધ રાજા સાબ પણ 10 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.
જાટની સ્ટાર કાસ્ટ
આ એક્શન એન્ટરટેઈનર ‘જાટ’માં અભિનેતા સની દેઓલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સની સાથે, આ ફિલ્મમાં રણદીપ હુડા, વિનીત કુમાર સિંહ, રેજીના કેસાન્ડ્રા, સૈયામી ખેર અને સ્વરૂપા ઘોષ જેવા તેજસ્વી કલાકારો પણ જોવા મળશે.
જાટનું ટીઝર
પુષ્પા 2 સાથે ‘જાટ’નું ટીઝર 12,500 સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું. ચાહકો આ જોવા માટે ઉત્સાહિત છે. આ એક્શનથી ભરપૂર ટીઝર જોયા પછી, તમે પણ કહેશો કે સની દેઓલ ખરેખર ભારતીય સિનેમાનો શ્રેષ્ઠ એક્શન હીરો છે.