જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવીને ફેમસ થયેલા એક્ટર ડેનિયલ ક્રેગ તેની નવી ફિલ્મ ‘વેક અપ ડેડ મેનઃ અ નાઇવ્ઝ આઉટ મિસ્ટ્રી’ માટે હેડલાઇન્સમાં છે. આ ફિલ્મને લગતું એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. આ ફિલ્મમાં અભિનેતા જેરેમી રેનર પણ જોડાયા હોવાના અહેવાલ છે. બંને કલાકારોને એકસાથે જોવા માટે દર્શકોનો ઉત્સાહ આસમાને છે.
આ કલાકારો જોવા મળશે
ડેનિયલ ક્રેગ અને જેરેમી રેનર ઉપરાંત કેરી વોશિંગ્ટન, જોશ ઓ’કોનર, કેલી સ્પેની, ગ્લેન ક્લોઝ અને એન્ડ્ર્યુ સ્કોટ પણ ‘વેક અપ ડેડ મેનઃ અ નાઇવ્ઝ આઉટ મિસ્ટ્રી’માં જોવા મળશે. બેનોઈટ બ્લેન્કની ભૂમિકામાં ડેનિયલને ફરી એકવાર હત્યાના રહસ્યને ઉકેલતા જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. ‘નાઈવ્ઝ આઉટ’ના પહેલા બે ભાગમાં પણ તેણે દર્શકોની ઘણી તાળીઓ જીતી હતી. આ ફિલ્મનું નિર્દેશન રિયાન જોન્સન કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી પણ રિયાને જ લખી છે. તેણે 2019માં રિલીઝ થયેલી ‘નાઈવ્ઝ આઉટ’ અને 2022માં રિલીઝ થયેલી ‘ગ્લાસ ઓનિયન: અ નાઈવ્ઝ આઉટ મિસ્ટ્રી’નું નિર્દેશન કર્યું હતું.
આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
આ ફિલ્મનું નિર્માણ આર. બર્ગમેન કરી રહ્યા છે. ‘નાઈવ્ઝ આઉટ’ના બંને ભાગોને દર્શકોએ ખૂબ વખાણ્યા હતા. હવે ત્રીજા ભાગમાંથી પણ ભરપૂર મનોરંજન અને રોમાંચની અપેક્ષા રાખવામાં આવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મનું નિર્માણ આવતા મહિને શરૂ થશે. ‘વેક અપ ડેડ મેનઃ અ નાઇવ્ઝ આઉટ મિસ્ટ્રી’ આવતા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.