Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે
Contents
જાણો કયા જિલ્લામાં કેટલુ મતદાન છે.
કથાકાર મોરારી બાપુએ કર્યુ મતદાન
કથાકાર મોરારી બાપુએ ભાવનગરના મતદાન મથકમાં મતદાન કર્યુ.
અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડશન દ્વારા સામૂહિક મતદાન
વિશ્વ ઉમિયા ફાઉન્ડશન દ્વારા સામૂહિક મતદાન કરવામાં આવ્યુ છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા કન્સેપ્ટ સાથે પરિવારજનો અને મિત્રો સાથે મતદાન કર્યુ. 100થી વધુ લોકોએ એક સાથે મતદાન કર્યુ છે.
ખેડા: ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણે કર્યું મતદાન
ખેડાના ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણે મતદાન કર્યુનડિયાદની વીકેવી રોડ પર આવેલી શાળા નંબર એકમાં તેમણે મતદાન કર્યુ. દેવુંસિંહ ચૌહાણ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.