Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી કતારો લગાવીને ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. જોકે બપોરે 1 વાગ્યા સુધી 45 ટકાથી વધુ મતદાન થયું છે તો બપોરની ગરમીમાં પણ લાંબી લાઈનો લગાવીને મતદારો મતદાન કરવા ઉભા છે.
બનાસકાંઠા જિલ્લાના 1960 મતદાન મથકો ઉપર 19 લાખ 61 હજાર જેટલા મતદાતાઓ મતદાન કાર છે. જેને લઈને મતદાતાઓમાં ભારે ઉત્સાહ છે. જિલ્લામાં ક્યાંક વૃદ્ધ મતદાતાઓ મતદાન કરી રહ્યા છે તો ક્યાંક તડકાથી બચવા ગાદલા ઓઢીને મતદાન કરવા લાઈનોમાં મતદાતા ઉભા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો વરરાજાઓ પણ મતદાન કરીને લોકશાહીના પર્વનો ઉત્સવ ઉજવી રહ્યા છે, તો કાળઝાળ ગરમીમાં પણ લોકો મતદાન કરવા આવી રહ્યા છે. જોકે સ્થાનિક ઉમેદવાર અને વિકાસના મુદ્દાને લઈને મતદારો મતદાન કરી રહ્યાનું કહી રહ્યા છે.
જોકે બનાસકાંઠા જિલ્લામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોકે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે જેમાં ભાજપ -કોંગ્રેસ સહિત બનાસકાંઠાના 12 ઉમેદવારનો ભાવિ એવીએમમાં કેદ થઈ જશે ,અને પરીણામના દિવસે જ ખબર પડશે કે મતદાતાઓએ કોના તરફી મતદાન કર્યું છે. બનાસકાંઠામાં વહેલી સવારથી જ મતદાન માટે મતદાતાઓની લાંબી લાઈનો લાગી છે જે બપોરે પણ યથાવત છે.