Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે ગુજરાતની લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે. આ અંતર્ગત ક્ષત્રિય સમાજનો વિરોધનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પરષોત્તમ રૂપાલાએ કર્યુ મતદાન કર્યું છે. જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેઓએ અમરેલીથી મતદાન કર્યું છે.
મતદાન પહેલા પરશોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામમાં માતાના આશીર્વાદ મેળવ્યા હતા. આ બાદ કાર્યકરો અને સમર્થકો સાથે રૂપાલા મતદાન કરવા પહોંચ્યા હતા.
ગુજરાત રાજ્યની 25 લોકસભા બેઠક પર 4,97,68,687 મતદારો નોંધાયેલા છે, જે મતદાન કરીને લોકસભાના 266 અને વિધાનસભાના 24 ઉમેદવારોનું ભાવે નક્કી કરશે. આખરી મતદાર યાદીમાં 18 થી 19 વર્ષની ધરાવતા 12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
આવતીકાલે રાજયના 49,140 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. આ મતદાન પૂર્વે રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આજની રાત કતલની રાત તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મતદારને વધુને વધુ પોતાના તરફ ખેંચવાનો અંતિમ પ્રયાસ હાથ ધરવામાં આવે છે. ગત 05 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયેલા હતા. ત્યારબાદ 09 એપ્રિલ, 2024 સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને અન્યના 1,534 મળી કુલ 4,97,68,677 મતદારોનો સમાવેશ થાય છે.