Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ મતદારોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા ભટારની એક સોસાયટીએ 100 ટકા મતદાનનો સંકલ્પ કર્યો હતો. સોસાયટીના લોકોએ પહેલા પોતાના વડીલોને વ્હીલચેરમાં મતદાન મથક સુધી લઈ ગયા હતા. વડીલોના મતદાન બાદ સોસાયટીના લોકોએ પણ મતદાન કર્યું હતું.
નવસારી બેઠકના ભટાર વિસ્તારની સૂર્ય પ્લાઝા સોસાયટીના રહીશોએ 100 ટકા મતદાન થાય તેઓ સંકલ્પ કર્યો હતો. આ સોસાયટીના લોકોએ પોતાની સોસાયટીમાં રહેતા વડીલોને મતદાન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૌથી પહેલા વ્હીલચેરમાં વડીલોને મતદાન કરાવવા લઈ ગયા હતા. ત્યારબાદ સોસાયટીના લોકો પોતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને સાંજ સુધીમાં સોસાયટીનું 100 ટકા મતદાન થાય તેવો દાવો કર્યો છે.
નવસારી લોકસભાની મજૂર વિધાનસભામાં આવેલ સૂર્ય પ્રકાશ રેસીડેન્સીના લોકોએ સફેદ ડ્રેસ કોડમાં વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા હતા.