Loksabha Election 2024: લોકશાહીને ધબકતી રાખવા આ ચુંટણીનો અવસર ખૂબ જ હોંશે હોંશે ઉજવાય રહ્યો છે. ત્યારે ૮૫ વર્ષની ઉંમરે ભાનુશંકર ત્રિપાઠી તેમના પુત્ર શ્વેતલ પાઠક તથા પૌત્ર અને પૌત્રી એમ ત્રણ પેઢી એકસાથે મતદાન કરી અનોખી ખુશી સાથે આ લોકશાહીના અવસરમાં સહભાગી બન્યા હતા.
ભાનુશંકર ત્રિપાઠી આ અંગે જણાવે છે કે વહિવટી તંત્ર તરફથી મને ઘર આંગણે મતદાન કરવાની સગવડ આપવા જાણ થઈ હતી. પણ લોકશાહીના આ અવસરે હું સામે ચાલીને જાવ અને મતદાન કરી આ પ્રસંગનો સાક્ષી બનવાની મારી ઈચ્છા હતી.
આ અંગે વધુમાં તેઓ જણાવે છે કે આળસના કારણે મતદાન ન કરતાં લોકોએ સમજવું પડશે કે ભૂતકાળમાં એક એક વોટના અભાવે પક્ષને હાર મળી છે. તમારો એક મત તમારી ગમતા પક્ષની જીત માટે જરૂરી છે. અને તમે ના આપેલો એક મત હારનું પણ કારણ બની શકે છે.
આ અંગે તેમના પૌત્ર રુદ્ર ત્રિપાઠીએ પણ જણાવ્યું કે દાદા સાથે મેળામાં ફરવાથી લઈ મતદાન કરવાનો અવસર મળ્યો એ નસીબની વાત છે. રુદ્ર કહે છે કે મે મારુ પહેલુ મતદાન કર્યું અને એ પણ દાદા સાથે એની ખુશી છે. દાદા હંમેશા મતદાન માટે આગ્રહી રહ્યા છે. એટલે પરિવાર હંમેશા દરેક ચુંટણીમાં સૌથી પહેલા સવારે મતદાન કરેછે. અને દાદાના કહ્યા પ્રમાણે અમે પણ આ વારસો જાળવીશુ હંમેશા મતદાન કરીશુ.