Loksabha Election 2024 : આજે મતદાનના દિવસે સવારના 7:00 વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આ મહાપર્વમાં યુવાઓ અમૂલ્ય મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 3 વાગ્યા સુધી 47.03 ટકા મતદાન નોંધાયું છે, સૌથી વધુ વલસાડમાં 58.03 ટકા તો અમરેલીમાં સૌથી ઓછું 37.82 ટકા મતદાન નોંધાયું છે
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં 25 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. 3 વાગ્યા સુધી 47.03 % મતદાન થયું છે. બપોરે 1 વાગ્યા સુધી 37.83 % મતદાન થયું હતું. વલસાડમાં સૌથી વધુ 58.05 % મતદાન થયું છે.
વલસાડમાં ભાજપ દ્વારા આ વખતે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાને ઉતાર્યા છે.
ગુજરાતમાં 3 વાગ્યા સુધીમાં મતદાન, જાણો સંપૂર્ણ આંકડા