Lok Sabha Election 2024 : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55.22 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 68.12 ટકા વલસાડ બેઠક પર થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 45.59 ટકા થયું છે. નીચે કોષ્ટકમાં કઇ લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં કેટલા ટકા મતદાન થયું તેની વિગતો આપવામાં આવી છે. સાથેજ ગત લોકસભા ચૂંટણી 2019માં કેટલા ટકા મતદાન થયું હતું તેની વિગતો પણ રજૂ કરાઈ છે.
ગુજરાતની કઇ બેઠક પર કેટલું મતદાન ?
- બનાસકાંઠા 64.48 %
- પાટણ 54.48 %
- મહેસાણા 55.23 %
- સાબરકાંઠા 58.82 %
- ગાંધી નગર 55.65 %
- અમદાવાદ પૂર્વ 49.95 %
- અમદાવાદ પશ્ચિમ 50.29 %
- સુરેન્દ્રનગર 49.19 %
- રાજકોટ 54.29 %
- પોરબંદર 46.51 %
- જામનગર 52.36 %
- જુનાગઢ 53.84 %
- અમરેલી 45.59 %
- ભાવનગર 48.59 %
- આણંદ 60.44 %
- ખેડા 53.83 %
- પંચમહાલ 53.99 %
- દાહોદ 54.78 %
- વડોદરા 57.11 %
- છોટા ઉદેપુર 63.76 %
- ભરૂચ 63.56 %
- બારડોલી 61.01 %
- નવસારી 55.31 %
- વલસાડ 68.12 %