Lok Sabha Election : જામનગર લોકસભા બેઠક સહિત રાજ્યમાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન થઈ રહ્યું છે. જામનગર લોકસભા બેઠક પરથી 11 વાગ્યા સુધી 20.85% મતદાન થયું છે. જામનગરમાં ક્ષત્રિયોનો વધુ વિરોધ જોવા મળ્યો છે. આજે મોટી સંખ્યમાં ક્ષત્રિયો મતદાન કરી રહ્યા છે. ત્યાર 70થી 80% રાજપૂત સમાજની વસતી ધરાવતા રાંદલનગર વોર્ડ નંબર 2માં મતદાન કરવા મોટી મોટી લાઈનો લાગી હતી.
રાજપુત આંદોલન બાદ જામનગરમાં સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં વધારો થયો છે. જામનગરના રાંદલનગરમાં 70થી 80% રાજપૂત સમાજની વસ્તી છે. રાંદલનગર વોર્ડ નંબર 2માં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંકલન સમિતિ દ્વારા જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યા છે જેની સીધી અસર રાંદલ નગર મતદાન મથક પર જોવા મળી રહી છે. કારણકે રાજપુત મતદારો પર ક્ષત્રિય આંદોલનની સીધી અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ રાજપૂત સમાજની મહિલાઓ અને પુરુષો મતદાન કરવા માટે મતદાન મથકો પર જોવા મળી રહ્યા છે.