લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે.
PM મોદીએ અમદાવાદથી કર્યું મતદાન, સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાવવાની કરી અપીલ.
ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. વડાપ્રધાને સામાન્ય નાગરિકની જેમ રાણીપમાં મતદાન કરશે.
લોકસભાની 25 અને 5 વિધાનસભા બેઠક પર મતદાન શરૂ
આજે રાજ્યની 25 બેઠકો પર મતદાન યોજાનાર છે. ત્યારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું. આજે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું હતું. લોકસભાની સાથે સાથે 5 વિધાનસભા બેઠક પર પણ મતદાન યોજાનાર છે. રાજ્યમાં 49768677 લોકો મતદાન કરશે. રાજ્યમાં 25616540 પુરૂષ મતદારો છે. 24150603 સ્ત્રી મતદારો નોંધાાયા છે.જ્યારે રાજ્યમાં 10036 શતાયું મતદારો છે.
રાજ્યમાં 50788 મતદાન મથકો પર મતદાન થશે
રાજ્યમાં 50960 બીયુ મશીનનો ઉપયોગ થશે. રાજ્યમાં 49140 વીવીપેટ મશીનનો ઉપયોગ થશે. રાજ્યમાં 50788 મતદાન મથકો પર મતદાન થશે. 17275 શહેરી વિસ્તારો મતદાન મથકો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 33513 મતદાન મથકો છે. જ્યારે 1225 મતદાન મથકો પર મહિલા સંચાલન કરશે. 24893 મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.
રાજકોટના જસદણથી કુંવરજી બાવળિયાએ કર્યો મતાધિકારનો ઉપયોગ
કુંવરજી બાવળિયાએ વીંછીયાની કન્યાશાળાના મતદાન કેન્દ્રમાં પરિવાર સાથે મતદાન કર્યું. સાથે જ કુંવરજી બાવળિયાએ દાવો કર્યો હતો કે ‘પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે.’
બૉલીવુડ સ્ટાર રિતેશ દેશમુખે પત્ની જેનેલિયા લીધો લોકશાહીના પર્વમાં ભાગ
અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખે લાતુરના એક મતદાન મથક પર મતદાન કર્યું. જેનેલિયા દેશમુખે આ અવસર પર કહ્યું કે “આ એક મહત્વપૂર્ણ દિવસ છે અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ મત આપવો જોઈએ…”
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કર્યુ મતદાન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પોરબંદરની હનોલ પ્રાથમિક શાળાના બૂથ નંબર 12 પર પોતાનો મત આપ્યો. કોંગ્રેસે આ બેઠક પરથી લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે.
શરદ પવાર- સુપ્રિયા સુલેએ પોતાનો મત આપ્યો
NCP-SCP ઉમેદવાર સુપ્રિયા સુલે અને NCP-SCP પ્રમુખ શરદ પવારે બારામતીથી મતદાન કર્યું.
સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારેયાએ કર્યુ મતદાન
પ્રાંતીજથી સ્કૂલના મતદાન મથક પરથી ભાજપના સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભના બારૈયાએ મતદાન કર્યું છે. શોભના બારાયનાી સીધી ટ્ક્કર તુષાર ચૌધરીની સામે છે
વડોદરાના સાવલીના કરચીયા ગામમાં ટેકનિકલ ખામીના કારણે ખોટકાયું વધુ એક EVM મશીન
વડોદરાના સાવલીના કરચીયા ગામમાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, અહીં બે મતદાન મથક પૈકી 1 નંબરના બૂથ પર EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામીના કારણે EVM મશીન બદલવું પડ્યું હતુ.
મતદાન મથકની અંદર મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં બનાવાયો વીડિયો
રાજકોટ બાદ અમરેલીમાં પણ મતદાનનો વીડિયો વાયરલ થયો છે. EVMમાં મત આપતો વીડિયો વાયરલ થતાં સવાલ ઉઠ્યાં
મોરબીમાં આવી EVM મશીનમાં ટેકનિકલ ખામી
મોરબીમાં EVMમાં ટેકનિકલ ખામીથી મશીન ખોટકાયુ હતુ. મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, જેના કારણે મતદાન અટક્યું હતુ.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યો કર્ણાટકથી મતાધિકારનો ઉપયોગ
મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકના કાલબુર્ગીના ગુંડુગુર્થી ગામમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો છે. આ બેઠક પરથી કોંગ્રેસે રાધાકૃષ્ણને અને ભાજપે ઉમેશજી જાધવને મેદાનમાં ઉતાર્યા છે.મત આપ્યા બાદ ખડગેએ કહ્યું કે, ‘લોકોએ છેલ્લી વખત ભૂલ કરી હતી તેનો પસ્તાવો કરી રહ્યા છે અને આ વખતે તેઓ કોંગ્રેસ પાર્ટીને બહુમતીથી જિતાડશે.’
બનાસકાંઠામાં નિયમોનો ખુલ્લેઆમ થઇ રહ્યો છે ભંગ,વીડિયો વાયરલ
બનાસકાંઠામાં મતદાનની ગુપ્તતા ભંગ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે.એક વૃદ્ધા મતદાન કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં વૃદ્ધા કયા પક્ષને મત આપે છે તે સ્પષ્ટ દેખાતું હોવાના વીડિયો સામે આવ્યાં છે. તો રાજકોટમાંથી પણ આવી ઘટના સામે આવી છે. જ્યાં પણ મતદાનની ગુપ્તતા ભંગનો વીડિયો સામે આવ્યો છે.
સવારે 11 વાગ્યા સુધી ગુજરાતમાં કઈ બેઠક પર કેટલું મતદાન?
- કચ્છ 23.22 %
- બનાસકાંઠા 30.27 %
- પાટણ 23.53 %
- મહેસાણા 24.82 %
- સાબરકાંઠા 27.50 %
- ગાંધી નગર 25.67 %
- અમદાવાદ પૂર્વ 21.64 %
- અમદાવાદ પશ્ચિમ 21.15 %
- સુરેન્દ્રનગર 22.76 %
- રાજકોટ 24.56 %
- પોરબંદર 19.83 %
- જામનગર 20.85 %
- જુનાગઢ 23.32 %
- અમરેલી 21.89 %
- ભાવનગર 22.33 %
- આણંદ 26.88 %
- ખેડા 23.76 %
- પંચમહાલ 23.28 %
- દાહોદ 26.35 %
- વડોદરા 20.77 %
- છોટા ઉદેપુર 26.58 %
- ભરૂચ 27.52 %
- બારડોલી 27.77 %
- નવસારી 23.25 %
- વલસાડ 28.71 %
ગુજરાતના ઉદ્યોગપતિ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદમાં મતદાન કર્યું
લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. મુમતપુરાની શાળાના બુથમાં અદાણી પરિવારનું મતદાન કર્યું હતું.આ અવસરે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પ્રિતિ અદાણી પરિવાર સાથે પહેોંચ્યા હતા અને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને પરિવારે વોટ આપ્યો હતો. મતદાન આપ્યા બાદ મીડિયા સાથે રૂબરૂ થતાં ઉદ્યોગપતિ અદાણી ગોતમ ઉદાણીએ જનતાએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
તાલાલાના જાંબુરમાં સિદી સમુદાયના લોકો મતદાન કરવા આવ્યા
રાજ્યમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. સવારથી જ લોકો મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે.ત્યારે ગર્ભવતિ મહિલાઓ, બિમાર વૃદ્ધો અને દિવ્યાંગોએ મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના જાંબુરમાં સિદી સમુદાયના લોકો મતદાન કરવા આવ્યા ત્યારે તેમણે પરંપરાગત પોષાકમાં નૃત્યુ કર્યું હતું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા રાજકોટથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસે જતા હતા ત્યારે રસ્તામાં તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા છે. આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કાંગારૂઓના દેશથી મત આપવા માટે પાલનપુર પહોંચ્યો યુવાન
આજે મતદાનના દિવસે વિદેશમાં વસતા લોકો પણ મતદાન કરવા માટે માદરે વતન આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા યુવાન હર્ષ અખાણીએ મત આપીને પોતાની ફરજ નિભાવી છે. પાલનપુરની જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન મથક પર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ફાર્મા કંપનીમાં જોબ કરતા યુવા હર્ષ અખાણી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા ખાસ પાલનપુર આવ્યા હતા. તેમણે પોતાનો કિંમતી મત આપીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી. હર્ષભાઈના માતા નયનાબેનના બંને પગે તાજેતરમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે. તેમ છતાં હર્ષ અખાણીએ તેમના માતાને વ્હીલચેર પર લઈ આવી મતદાન કરાવ્યું. સાત સમુંદર પાર રહેતા હર્ષ અખાણીએ વિદેશથી આવી ન માત્ર પોતાનો મત આપ્યો પરંતુ માતા પિતાને મત અપાવી દેશની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપ્યું.
મેડિકલ કોલેજોમાં વોટિંગ માટે રજા ન મળતા ડૉક્ટરો નારાજ
લોકસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે રજાન નમળતાં તબીબોએ નારાજગી વ્યક્ત કરી છે. કેટલીક મેડિકલ કોલેજોમાં ડૉક્ટરોને રજા ન નારાજગી વ્યક્ત કરી છે. જાહેર રજા છતા પણ OPD ચાલુ રાખવા મેનેજમેન્ટનું દબાણનો આરોપ લાગાવ્યો છે.
અરવલ્લીના એક મતદાન કેન્દ્ર પર મચ્યો હોબાળો
અરવલ્લીના એક મતદાન કેન્દ્ર પર હોબાળો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. મોડાસામાં કે.એન.શાહ સ્કૂલના પોલિંગ બૂથ પર બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એક વ્યક્તિએ મતદારોને મતદાન કરતાં અટકાવ્યા હોવાથી કોંગ્રેસ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. મામલો બિચકતાં પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ચકમક ઝરી હતી.
અમરેલીમાં જેસરના રબારિકા ગામે કર્યો વોટિંગનો બહિષ્કાર
અમરેલીના જેસર તાલુકાના રબારીકા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી લઈ અત્યાર સુધી 0 ટકા મતદાન નોંધાયું છે. ગ્રામજનોએ રબારિકા ગામમાં રોડ-રસ્તા અને ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરવાની માગ હતી. સૌની યોજનાનું પાણીની માગ અને જૂની શરતની જમીનને નવી શરતમાં જમીન ફેરવવા માગ કરાઈ હતી. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવા સમજાવટનો પ્રયાસ કર્યો છે.
રામકથાકાર મોરારિ બાપુએ તલગાજરડા ખાતે મતદાન કર્યું
શક્તિ સિંહ ગોહિલ ઉકળ્યા પ્રિસાઈડિંગ ઓફિસર પર
અમદાવાદ પશ્ચિમ લોકસભામાં ગેરરીતિની ફરિયાદ કરી છે. ભાજપના કોર્પોરેટર ધાક ધમકી આપી મત આપવા દબાણ કરતા હોવાનો આક્ષેપ થયો છે. મણીનગરના 231 અને 232 બૂથમાં ગેરરીતિની ફરિયાદ થઇ છે. મતદાન કરવા આવેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિસિંહ ગોહિલ ભડકયા હતા. ભાજપના ચિન્હવાળી પેન લઈને બેઠેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિ સિંહ રોષે ભરાયા હતા. ઇલેક્શન કમિશનને તેમણે નોંધ લેવા કહ્યું હતુ.
1 વાંગા સુધી માં ગુજરાતમાં કેટલું થયું મતદાન
ગુજરાતમાં એક વાગ્યા સુધીમાં ગુજરાતમાં 37.83 ટકા મતદાન નોંધાયું છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 45 ટકા અને પોરબંદરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. વલસાડ બેઠક પર મતદારો બમ્પર મતદાન કરી રહ્યાં છે. જ્યારે અમદાવાદમાં પણ ખરી ગરમીમાં મતદાનનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે.
દેશના એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ ખાતે મહંત હરિદાસજીએ મતદાન કર્યું
જૂનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલા ઉના મત વિસ્તારમાં આવેલા દેશના એકમાત્ર મતદાર ધરાવતા મતદાન મથક એવાં બાણેજ ખાતે આજે બપોરે મહંત હરિદાસજીએ પોતાના મતધિકારનો ઉપયોગ કર્યો હતો.
યુવરાજ જયવીરરાજસિંહજી કુમાર શાળા ખાતે મતદાન કર્યું.
જયવીરરાજસિંહજીએ પત્ની, અને મહારાણી સંયુક્તાદેવી સાથે મતદાન કર્યું.
ગુજરાતમાં બપોરે 3 વાગા સુધી માં જાણો કેટલું થયું મતદાન
ગુજરાતમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન નોંધાયું છે. સવારથી જ સૌથી વધુ મતદાનના આંકડામાં બનાસકાંઠા બેઠક આગળ હતી પરંતુ હવે વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન નોંધાયું છે. ત્યાર બાદ સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ભરૂચમાં 54.90 અને બારડોલીમાં 51.97 ટકા મતદાન નોંધાયું છે. ખરી ગરમીમાં મતદારો મતદાન મથક સુધી પહોંચ્યા છે અને બમ્પર વોટિંગ કરી રહ્યાં છે.
જાફરાબાદમાં ચૂંટણી ફરજ બજાવતા મહિલાકર્મી ઢળી પડતા મૃત્યુ
અમરેલી લોકસભા ચૂંટણીમાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ થયું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક પડી ગયા હતા. આથી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરતા કર્મચારીઓમાં શોક વ્યાપી ગયો હતો. પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. હાલ તો હાર્ટ-એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો આક્ષેપ
દાંતા તાલુકાના ધરેડા ગામે જિલ્લા બહારનો યુવક કારમાં નકલી પોલિસની પ્લાટ લગાવી મતદારોને ભાજપ તરફી મતદાન કરવા ધમકાવતો હતો, યુવક સામે ફરિયાદ કરી કાર્યવાહી કરવાની ગેનીબેને માંગ કરી
કોંગ્રેસે ગેરરીતિ અને બોગસ વોટિંગની 17 ફરિયાદ કરી
મતદાન પ્રક્રિયા દરમિયાન ગુજરાત કોંગ્રેસે ચૂંટણી કમિશનર સમક્ષ વિવિધ પ્રકારની 17 ફરિયાદો કરી છે. આ ફરિયાદો માટે કોંગ્રેસમાં 20 વકીલોની ટીમનો કંટ્રોલ રૂમ ધમધમી રહ્યો છે. લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી,કન્વીનર નિકુંજ બલ્લર, બાલુભાઈ પટેલ સાથે સંકલન કરીને ફરિયાદો કરવામાં આવી રહી છે.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ પંચવટી કોલેજ ખાતે મતદાન કર્યું છે. ધારાસભ્ય રિવાબા જાડેજા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. મતદારોને વધુ મતદાન કરવા રવિન્દ્ર જાડેજા અપીલ કરી છે.
પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન નોંધાયું
ગુજરાતમાં મતદાન માટે હવે અડધા કલાક જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે લોકોને મત આપવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો દોડતા થઈ ગયાં છે. રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન નોંધાયું છે. જેમાં બનાસકાંઠામાં 64.48 અને વલસાડમાં 68.12 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું મતદાન પોરબંદર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. કચ્છમાં 48.96 ટકા, પોરબંદરમાં 46.51 ટકા અને સુરેન્દ્રનગરમાં 49.19 ટકા મતદાન નોંધાયું છે.