Bharuch Lok Sabha Election 2024 Voting : ભરૂચ લોકસભા મતવિસ્તારમાં સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરુ થઇ છે. લોકોમાં મતાદાનને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. મહિલાઓ મતદાન કરવા પ્રેરણા મળે તે માટે ઉભા કરાયેલા આ પિન્ક મતદાન મથકોમા મહિલા જ સમગ્ર સંચાલન કરી રહી છે. 3 વાગ્યા સુધીમાં 54.90 ટકા મતદાન નોંધાયું છે.
ભરૂચ જિલ્લામાં ચાર મતદાન મથકોનોને આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યા છે. તમામ મથકો પર પોસ્ટર, બેનર, આકર્ષક રંગોળી, રંબેરંગે ફુલો અને છોડ, બામ્બુની વિવિધ પરંપરાગત શુસોભનની સામગ્રીથી મતદાન મથકની સજાવટ કરવામાં આવી છે જે તમામ મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મતદારોએ તમામ સુવિધાથી અભિભૂત થઈ પોલીંગ સ્ટાફની કામગીરી, ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને આપવામાં આવેલ સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી. નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.