Lok Sabha Election : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન શરૂ થયું છે. આ તરફ હવે મતદાન મથકો પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
સાબરકાંઠામાં સવારથી જ મતદાન શરૂ થયું છે. 2300 થી વધારે મતદાન મથકો ઉપર લાંબી લાઈનો લાગી છે. મહત્વનું છે કે, વહીવટી તંત્ર સહિત રાજકીય પક્ષોએ મતદાન કરવા અપીલ કરી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કાંટે કી ટક્કર છે. મહત્વનું છે કે, મતદારો વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરી રહ્યા છે. વિકાસ સહિત રાષ્ટ્રીય મુદ્દાઓને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઇ છે. અહીં એક 93 વર્ષના વૃદ્ધ દાદીએ મતદાન કર્યું છે. આ રફ પ્રથમ મતદાર તરીકે યુવતીએ મત આપવા વિનંતી કરી છે. આ સાથે ઓપરેશન કર્યા બાદ વડીલો પણ મતદાન કરી રહ્યા છે.
મતદારોમાં મતદાન કરવા ભારે ઉત્સાહ
આજે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે જનતા કહી રહી છે કે, જાતિવાદ અને જ્ઞાતિવાદથી પર રહીને મતદાન કરવું જોઈએ. મોટી સંખ્યમાં લોકો ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા છે. રાજકોટમાં વોર્ડ નંબર 9ની ઉમાં ડાયનેમિક સોસાયટીનાં લોકોએ ઢોલનગારા સાથે મતદાન કરવા નીકળ્યા છે.
પાટણ-વડોદરા લોકસભા બેઠક પર મતદાન
પાટણ લોકસભામાં 2073 બુથ પર મતદાન ચાલી રહ્યું છે. આ તરફ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં પાટણ લોકસભા બેઠકનાં 2073 મતદાન મથકો ઉપર ઉપર 20,19,916 મતદારો પોતાનો મતદાનનો ઉપયોગ કરશે. આ તરફ વડોદરાના વેમાલી ગામના મતદાન મથક પર ઉમેદવારોની લાઈન લાગી છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને સિનિયર સિટીઝને મત આપ્યો છે. વડોદરામાં મતદાનને લઇ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભા ઉમેદવારના મતદાન બૂથ વેમાલી ગામમાં લાંબી લાઇનો લાગી છે. મતદારો સવારથી મતદાન કરવા બહાર નીકળ્યા તો મહિલાઓની પણ મતદાન માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે.
અમદાવાદના શીલજમાં મતદારોમાં ઉત્સાહ
અમદાવાદના શીલજમાં પણ વહેલી સવારથી જ લોકો મતદાન મથકે પહોંચ્યા છે. એક સાથે 100 લોકોએ સામૂહિક મતદાન કર્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગ્રૂપના 100 લોકોએ સામૂહિક મતદાન કર્યું છે. અમદાવાદના શીલજ ખાતે મતદાન કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન અવશ્ય કરવાના સંદેશ સાથે એક સાથે 100 લોકોએ મતદાન કર્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગ્રુપના 100 લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં ફર્સ્ટ ટાઈમ વોટર અને યુવાથી લઈ સિનિયર સીટીઝન વોટ આપી રહ્યા છે.
અમદાવાદના બોપલમાં મતદારોની લાગી લાઈનમેટ્રો સિટી અમદાવાદના બોપલમાં પણ વહેલી સવારથી મતદારોની લાઇન લાગી છે. વહેલી સવારથી જ લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમીના લીધે વહેલી સવારે લોકો મતદાન કરવા પહોંચ્યા છે.
અમદાવાદના બોપલમાં મતદારોની લાગી લાઈન
મેટ્રો સિટી અમદાવાદના બોપલમાં પણ વહેલી સવારથી મતદારોની લાઇન લાગી છે. વહેલી સવારથી જ લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમીના લીધે વહેલી સવારે લોકો મતદાન કરવા પહોંચ્યા છે.
સાબરકાંઠાના મોડાસામાં મતદાન માટે લાગી લાઈન
ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના મોડાસામાં મતદાન માટે લાઈન લાગી છે. મોડાસામાં વહેલી સવારથી જ લોકોમાં મતદાન માટે ઉત્સાહ છે. આ તરફ હવે ગરમી વધે તે પહેલા લોકો મતદાન કરવા પહોંચ્યા છે. સાબરકાંઠા બેઠક પર મતદાન માટે લાઇનો લાગી છે. મોડાસા તાલુકામાં વહેલી સવારથી મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો છે. ગરમી વધે તે પહેલા મતદાન કરવા મતદારોની લાઇનો લાગી છે.
લોકસભા ચૂંટણી હવે તેના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે અને આજે વહેલી સવારથી ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે 93 બેઠકો માટે મતદાન થશે જેમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. અગાઉ, 94 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું હતું પરંતુ ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે મતદાનની તારીખ 25 મે પર મુલતવી રાખી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત ગોવાની 2 બેઠકો, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકોનો સમાવેશ થાય છે.
જૂનાગઢ લોકસભા બેઠક સહિત આજે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી 10 વાગ્યા સુધી 9.05 ટકા મતદાન થયું છે. આજે મતદાન કરવા માટે યંગસ્ટર્સથી વૃદ્ધ લોકો સહિતના લોકો મતદાન મથક પહોંચી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાતા નજીક મૂળ આફ્રિકન સિદી બાદશાહ સમાજે પણ પારંપારિક પહેરવેશમાં મતદાન કર્યું હતું.