આઈટીઆઈ કરેલા યુવકો નોકરીની શોધમાં છો તો તમારા માટે ગુજરાતમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની બમ્પર ભરતી બહાર પાડી છે. આ 1658 જગ્યાઓ ભરવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GSRTCની બહાર પડેલી હેલ્પરની ભરતી માટે અરજી કરવા ઉમેદવારે સરકાર માન્ય ITIમાંથી મિકેનિક મોટર વ્હીકલ/ મિકેનિક ડીઝલ/ જનરલ મિકેનિક/ ફીટર/ ટર્નર/ ઇલેક્ટ્રિશીયન/ સીટ મેટલ વર્કર/ ઓટો મોબાઈલ બોડી રીપેરર/ વેલ્ડર/ વેલ્ડર કમ ફેબ્રીકેટર/ મશીનીસ્ટ/ કારપેન્ટર/ પેઇન્ટર જનરલ/ ઓટો મોબાઈલ પેઇન્ટર રીપેરરમાં ઓછોમાં ઓછા 1 વર્ષનો કોર્ષ કરેલો હોવો જોઈએ.
ગુજરાત એસટી ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટ | હેલ્પર |
જગ્યા | 1658 |
પગાર | ₹21,100 ફિક્સ પાંચ વર્ષ માટે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વયમર્યાદા | 18થી 35 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5-1-2025 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત એસટી ભરતી માટે હેલ્પર પોસ્ટની વિગતો
કેટેગરી | જગ્યા |
બિન અનામત | 737 |
ઈ.ડબ્લ્યુ.એસ. | 194 |
સા.શૈ.પ.વ | 264 |
અનુ.જાતિ | 103 |
અનુ.જન.જાતિ | 260 |
કુલ | 1658 |
અરજી કરવા માટેની વયમર્યાદા
એસ.ટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ સુધી હોવી જોઈએ. એટલે કે 5 જાન્યુઆરી 1990 થી 6 જાન્યુઆરી 2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો હેલ્પરની પોસ્ટ માટે અરજી કરી શકશે.
અરજી ફી અને પગાર ધોરણ
એસ.ટી વિભાગમાં હેલ્પરની પોસ્ટ માટે અરજી કરતા જનરલ કેટેગરીના ઉમેદવારોએ 300+GST અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ 200+GST અરજી ફી ભરવી પડશે. ભરતી પ્રક્રિયામાં પસંદ થનારા ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ માસિક 21,100 રૂપિયાના કરાર આધારિત નિમણૂંક અપાશે. 5 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂરા થયા બાદ તેમને નિયમ મુજબ ભથ્થા અને લાભો મળશે.
કેવી રીતે અરજી કરવી
ગુજરાત એસટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ નીચે આપેલા પગલાં અનુસરવાર
- ઉમેદવારોએ સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવું
- જ્યાં કરન્ટ એડવેટાઈઝમેન્ટ પર ક્લિક કરવી
- અહીં તમારે જીએસઆરટીસી ભરતી પર ક્લિક કરવું
- ત્યારે ભરતી અંગે માહિતી દેખાશે જ્યાં એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવું
- હવે અરજી ફોર્મ ખુલશે, માંગેલી બધી માહિતી ધ્યાન પૂર્વક ભરવી
- ફોર્મ ભરાઈ જાય અને જરૂરી દસ્તાવેજો તેમજ ફી ચૂકવણી થયા બાદ ફોર્મ સબમિટ કરવું
- ભવિષ્યના રેફરન્સ માટે ફોર્મની પ્રીન્ટ કાઢી લેવી