ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) આવતીકાલે એટલે કે 26 ડિસેમ્બર 2024 સુધીમાં CA ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા તેમનું પરિણામ જોઈ શકશે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો તેમના લોગિન ઓળખપત્રનો ઉપયોગ કરીને પરિણામ ચકાસી શકે છે.
CAની ફાઈનલ પરીક્ષાઓ 3 થી 14 નવેમ્બર 2024 દરમિયાન યોજાઈ હતી. જ્યારે ગ્રુપ I ની પરીક્ષાઓ 3, 5 અને 7 નવેમ્બર 2024 ના રોજ અને ગ્રુપ II ની પરીક્ષાઓ 9, 11 અને 14 નવેમ્બર 2024 ના રોજ લેવામાં આવી હતી.
“નવેમ્બર 2024 માં આયોજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઇનલ પરીક્ષાઓનું પરિણામ ગુરુવાર, 26 ડિસેમ્બર 2024 (મોડી સાંજે) ના રોજ જાહેર થવાની સંભાવના છે અને ઉમેદવારો દ્વારા વેબસાઇટ icai.nic.in પર ચકાસી શકાય છે,” સત્તાવાર સૂચનામાં જણાવાયું છે.