IPO Listing : વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસિસના શેરોએ ગુરુવારે દલાલ સ્ટ્રીટ પર મજબૂત શરૂઆત કરી હતી. વિની ઇમિગ્રેશનના શેર્સ NSE SME પર ₹240 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા, જે IPOના ₹140 પ્રતિ શેરના ભાવ કરતાં 71.4% વધુ હતા. જોકે, લિસ્ટિંગ બાદ કંપનીના શેર રૂ.250ની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા.
શું છે વિગતો?
વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસિસનો IPO 20 જૂને શરૂ થયો હતો અને 24 જૂને બંધ થયો હતો. વિની ઇમિગ્રેશન IPO એલોટમેન્ટ 25 જૂને ફાઇનલ કરવામાં આવી હતી અને 27 જૂને NSE SME પર શેર લિસ્ટ થયા હતા. આ ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ પ્રવૃત્તિઓ તેમજ બજારની દૃશ્યતા અને ગ્રાહકની પહોંચ વધારવા માટે બ્રાન્ડિંગ અને જાહેરાતના પ્રયાસો માટે કરવામાં આવશે. ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ એ વિની ઇમિગ્રેશન આઇપીઓની બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આઇપીઓ રજિસ્ટ્રાર છે.
રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસિસના IPOને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણ દિવસમાં અંદાજે 154.67 વખત ઇશ્યૂ સબસ્ક્રાઇબ થયો હતો. IPO ને ₹1,338.16 કરોડના મૂલ્યના 9.55 કરોડ ઇક્વિટી શેર માટે 6.18 લાખ શેરની ઓફર કરવામાં આવી હતી. રિટેલ કેટેગરીમાં IPO 190.66 વખત અને અન્ય કેટેગરીમાં 109.65 વખત સબસ્ક્રાઇબ થયો હતો. તમને જણાવી દઈએ કે વિની ઈમિગ્રેશન એન્ડ એજ્યુકેશન સર્વિસ લિમિટેડ વિઝા કન્સલ્ટન્સી બિઝનેસ સાથે સંકળાયેલી છે.