Jio Price Rise
Reliance Jio: રિલાયન્સ જિયોએ તેના બે પ્રીપેઈડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. જેમાં ફ્રી નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ રિવાઈઝ્ડ પ્રીપેઈડ જિયો પ્લાન્સ 84 દિવસની વેલિડિટી આપે છે. કંપનીએ હવે આ બે પ્લાનની કિંમતમાં 300 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જેમાં ફ્રી નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. આ પ્લાનની વિગતો ખાસ જાણો.
આ પ્લાન યુઝર્સને ધ્યાનમાં રાખીને બદલવામાં આવ્યા છે. હવે ફરી એકવાર તેમાં બદલાવ જોવા મળી રહ્યો છે. Jioએ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર તે રિચાર્જ પ્લાન્સમાં કરવામાં આવ્યો છે જેમાં Netflix સબસ્ક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું હતું. રિચાર્જ પ્લાનની નવી કિંમતો લાઈવ થઈ ગઈ છે અને તે Jio વેબસાઈટ અને My Jio એપ પર જોઈ શકાય છે.
Reliance Jio Netflix plans: New Prices
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Reliance Jioના Netflix પ્લાનની કિંમતમાં 200 રૂપિયાથી 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો ચાલો તમને જણાવીએ કે આ પ્લાન્સ કેટલા મોંઘા થઈ ગયા છે.
Reliance Jio Netflix plans: Benefits
જિયોના આ પ્રીપેઈડ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે અને તેમાં 2GB/3GB નો ડેઈલી ડેટા મળે છે. આ સિવાય તેમાં 100 એસએમએસ અને અનલિમિટેડ 5જી પણ મળે છે. જિયોનો પ્રીપેઈડ પ્લાન જેની કિંમત 1299 રૂપિયા છે, પોતાના યૂઝર્સને ફક્ત સ્માર્ટફોન કે ટેબલેટ કે એક વખતમાં એક જ ડિવાઈસ પર નેટફ્લિક્સનું એક્સેસ આપે છે. આ પ્લાનની સાથે તમને નેટફ્લિક્સનું કન્ટેન્ટ વધુમાં વધુ 480p ક્વોલિટીમાં સ્ટ્રીમ કરવા મળશે.
જિયોએ રિચાર્જ મોંઘું કર્યું હતું
રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારાની વાત કરીએ તો તેમાં લગભગ 27 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. Reliance Jio વાર્ષિક રિચાર્જ પ્લાન પણ વધારીને 20-21 ટકા કરવામાં આવ્યો છે. ટેરિફ પ્લાનમાં મિડ-રેન્જની મોબાઈલ સેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રિચાર્જ મોંઘુ થયા બાદ યુઝર્સને મોટો ઝટકો લાગ્યો અને ઘણા યુઝર્સ બીએસએનએલમાં શિફ્ટ થયા. કારણ કે આના કારણે તેને ઘણી તકલીફ પડી હતી. પરંતુ તેની સાથે જિયો પણ તેના પર સતત કામ કરી રહ્યું હતું. એરટેલે પણ આવો જ નિર્ણય લીધો હતો અને રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતા.
આ પણ વાંચો – Rule Change : આજથી આ 5 મોટા ફેરફારો લાગુ, દરેક ઘરના ખિસ્સાને અસર થશે