Reserve Bank Of India: આરબીઆઈએ શુક્રવારે કહ્યું કે તેણે ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) અને ‘લોન્સ અને એડવાન્સિસ’ સંબંધિત અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ પંજાબ નેશનલ બેંક (PNB) પર રૂ. 1.31 કરોડનો દંડ ફટકાર્યો છે.
આરબીઆઈએ કહ્યું કે તેણે 31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં વૈધાનિક નિરીક્ષણ કર્યું હતું. જે બાદ બેંકને નોટિસ આપવામાં આવી હતી.
નોટિસ પર બેંકના પ્રતિભાવને ધ્યાનમાં લીધા પછી, RBIએ અવલોકન કર્યું કે PNB એ રાજ્ય સરકારની માલિકીની બે કોર્પોરેશનોને સરકાર પાસેથી સબસિડી/રિફંડ/ભરપાઈના માર્ગે મળેલી રકમ સામે વર્કિંગ કેપિટલ ડિમાન્ડ લોન મંજૂર કરી હતી.