સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે સેમિકોન ઈન્ડિયા (સેમિકોન ઈન્ડિયા 2024)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ વૈશ્વિક સેમિકન્ડક્ટર ખેલાડીઓને કહ્યું હતું કે, “આ ભારતમાં રહેવાનો સમય છે.” અમે હવે મોબાઇલ હેન્ડસેટના વિશ્વના નંબર 2 ઉત્પાદક અને નિકાસકાર છીએ. પીએમ મોદીએ કહ્યું કે, ભારત વિશ્વનું બીજું સૌથી મોટું 5G સ્માર્ટફોન માર્કેટ છે. અમારો ઉદ્દેશ્ય ભારતમાં સેમિકન્ડક્ટરથી લઈને તૈયાર માલ સુધી 100% ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કરવાનો છે. તમને જણાવી દઈએ કે 11 થી 13 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમની થીમ ‘શેપિંગ ધ સેમિકન્ડક્ટર ફ્યુચર’ છે અને તેનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતની મહત્વકાંક્ષાઓને ઉજાગર કરવાનો છે. વડાપ્રધાન મોદીનું વિઝન સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન અને ટેકનોલોજી વિકાસ માટે ભારતને વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનું છે.