Zomato
Paytm-Zomato Deal: Paytm એ તેનો એન્ટરટેઈનમેન્ટ ટિકિટિંગ બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો છે. Paytm ની મૂળ કંપની One97 Communications Limited (OCL) એ તેના મૂવી, સ્પોર્ટ્સ અને ઇવેન્ટ (લાઇવ પર્ફોર્મન્સ) ટિકિટિંગ બિઝનેસને Zomato લિમિટેડને રૂ. 2,048 કરોડમાં વેચવાની જાહેરાત કરી છે. બંને કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તમામ રોકડ સોદાને મંજૂરી આપી દીધી છે.
આ કરાર હેઠળ, One97 કોમ્યુનિકેશન્સનો મનોરંજન ટિકિટિંગ વ્યવસાય તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓ – ઓર્બજેન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ (OTPL) અને વેસ્ટલેન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (WEPL) ને ટ્રાન્સફર કરવામાં આવશે. આ પછી, આ પેટાકંપનીઓમાં 100 ટકા હિસ્સો Zomatoને વેચવામાં આવશે. Zomato
Paytm-Zomato Deal
સોદો પૂરો થયા પછી, Zomato તેના મનોરંજન ટિકિટિંગ વ્યવસાય માટે ‘ડિસ્ટ્રિક્ટ’ નામની નવી એપનું સંચાલન કરશે. OCL એ નિવેદનમાં કહ્યું કે Zomatoને આ બિઝનેસ વેચવા છતાં, આગામી 12 મહિનાના સંક્રમણ સમયગાળા દરમિયાન, આ ટિકિટો ફક્ત Paytmની એપ પર જ બુક કરી શકાશે.
આ ડીલ હેઠળ, Zomato મૂવી ટિકિટના વ્યવસાય સાથે સંકળાયેલા OTPLને રૂ. 1,264.6 કરોડમાં સંપૂર્ણપણે હસ્તગત કરશે, જ્યારે તે વેસ્ટલેન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને રૂ. 783.8 કરોડમાં ખરીદશે. OCLએ જણાવ્યું હતું કે આ સોદામાં મનોરંજન ટિકિટિંગ વ્યવસાયના અંદાજે 280 વર્તમાન કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવશે.
આ ડીલ બાદ Zomatoના બિઝનેસનો વ્યાપ વધશે. અત્યારે, Zomato ખાદ્ય ઉત્પાદનોના પુરવઠાને લગતું ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. પરંતુ હવે તેને શો ટિકિટ બુક કરાવવાનો બિઝનેસ પણ મળશે. latest News in gujarati