મુંબઈ, 13 ફેબ્રુઆરી 2025 – ભારતમાં સૌથી મોટી મનોરંજન અને વોટર પાર્ક કંપની, ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ (BSE: 539056; NSE: IMAGICAA), દ્વારા 31 ડિસેમ્બર, 2024 સુધી પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિક અને છેલ્લા નવ મહિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
9MFY24 ની તુલનામાં 9MFY25 ના પ્રદર્શન અંગેની હાઇલાઇટ્સ:
- આવક રૂ. 315.82 કરોડ થઈ છે જે પહેલા રૂ. 210.62 કરોડ હતી, આ રીતે 49% ની વૃદ્ધિ થઈ છે
- EBITDA માં રૂ. 136.27 કરોડની વૃદ્ધિ; જે 58% ની વૃદ્ધિ દર્શાવે છે અને EBITDA માર્જિન 43% છે
- PBT (અપવાદરૂપ વસ્તુઓ પહેલાં) રૂ. 70.49 કરોડ સાથે વાર્ષિક ધોરણે 145% વધારો અને 22% માર્જિન
- ફૂટફોલ્સ 10.81 લાખની તુલનામાં 21.1 લાખ, જે 95% ની વૃદ્ધિ છે
Q3FY24 ની તુલનામાં Q3FY25 ની કામગીરીની મુખ્ય હાઈલાઈટ્સ:
- આવક રૂ. 70.03 કરોડની સરખામણીમાં રૂ. 91.86 કરોડ, જે 31% ની વૃદ્ધિ દર્શાવે છે
- EBITDA રૂ. 29.61 કરોડ; જે 7.1% ની વૃદ્ધિ દર્શાવે છે અને EBITDA માર્જિન 32% છે
- PBT (અપવાદરૂપ વસ્તુઓ પહેલાં) રૂ. 4.15 કરોડ, માર્જિન 4.5% સાથે
- ફૂટફોલ્સ 3.71 લાખની તુલનામાં 6.37 લાખ, જે 72% ની વૃદ્ધિ દર્શાવે છે
આ ત્રિમાસિકની ઓપરેશનલ હાઇલાઇટ્સ:
- કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ અને સાતત્યપૂર્ણ વ્યવસાયિક કામગીરી માટે વિવિધ નાણાકીય સાધનો માટે ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ તરફથી ‘IND A/Stable’ ક્રેડિટ રેટિંગ આપવામાં આવ્યું છે
- સુરતના એક્વા ઇમેજિકાને નવા ધોરણોના આધારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મંજૂરી મળ્યા પછી 21 ઓક્ટોબર, 2024 થી કામગીરી ફરી શરૂ કરી છે.
- ઇમેજિકા થીમ પાર્ક ખાતે ઇમેજિકા એરેના ટ્રેમ્પોલિન પાર્ક શરૂ કરવામાં આવ્યો છે જેમાં તમામ વયના લોકો માટે 15+ પ્રવૃત્તિઓ છે જેમાં આકર્ષક નિયોન-લાઇટ ટ્રેમ્પોલાઇન્સ, ગ્લો-ઇન-ડાર્ક-ફીચર્સ અને હાઇ-એનર્જી વાતાવરણ છે.
- સાઈ તીર્થ – ખાતે, કાલિયા મર્દન 5D શો અને મુશક મહારાજ શો જેવા 2 નવા શો શરૂ કરવામાં આવ્યા છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડીને મહેમાનોના અનુભવને વધારે છે.
સોલાર પ્લાન્ટ માટે ભંડોળ એકત્ર કરવું અને તેનું સંપાદન:
- બોર્ડે પ્રતિ શેર રૂ. 73.50 ના ભાવ સાથે ઇક્વિટી અને વોરંટ સાથે પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા રૂ. 345 કરોડનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે.
- પ્રેફરન્શિયલ ઇશ્યૂમાંથી આવતા ભંડોળનો ઉપયોગ ઇન્દોર પાર્કના સંપાદન, વેટન જોય પાર્કની ચુકવણી અને ઓપરેશનલ સોલાર પાવર પ્લાન્ટના સંપાદન માટે ભંડોળ એકત્ર કરવા માટે કરવામાં આવશે.
- બોર્ડે રૂ. 6.65 મેગાવોટ ક્ષમતાના ઓપરેશનલ સોલાર પાવર પ્લાન્ટના સંપાદન માટે રૂ. 16 કરોડના ખર્ચને મંજૂરી આપી છે, જેનો ઉપયોગ કેપ્ટિવ રૂટ દ્વારા IEL ના વિવિધ પાર્કના વીજ ખર્ચમાં ઘટાડો કરવા માટે કરવામાં આવશે.
ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જય માલપાણીએ Q3 અને 9MFY25 ના પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે,
“નાણાકીય વર્ષ 25 ના અંતમાં પૂર્ણ થતાં આ ત્રિમાસિક અને છેલ્લા નવ મહિનાના સ્થિર અને ઉચ્ચ પ્રદર્શન અંગે જાહેરાત કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતાઓ અને ગ્રાહક ખર્ચમાં ઘટાડો થયો હોવા છતાં, અમારા મુલાકાતીઓને અમે ગુણવત્તાયુક્ત અનુભવ આપી રહ્યા છીએ તેના કારણે અમને અમારા મહેમાનો તરફથી વધુ પ્રેમ મળી રહ્યો છે. આ નવીનતા, ઇમર્સિવ આકર્ષણો અને મહેમાનો માટે અસાધારણ અનુભવો સાથે આવા મનોરંજનની નવીનતા સાથે વ્યાખ્યાયિત કરવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા સાથે અમે અમારી સફળતાને આગળ વધારી રહ્યા છીએ.
હું એ જણાવતા અંત્યત ઉત્સાહિત છું કે બોર્ડે પ્રેફરન્શિયલ ઇશ્યૂ દ્વારા રૂ. 345 કરોડના ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે, જેમાં પ્રમોટરે પણ ભાગ લીધો છે અને ગુણવત્તાયુક્ત રોકાણકારોએ પણ તેમાં રસ દાખવ્યો છે. આ વ્યૂહાત્મક રોકાણ સાથે અમે ભૌગોલિક રીતે અમારા પદચિહ્નને વિસ્તૃત કરવાના અને તેની સાથે મનોરંજનમાં લોકો માટે ગુણવત્તાને સુધારવાના અમારા લાંબા ગાળાના વિઝન સાથે સુસંગત રીતે આગળ વધી રહ્યા છીએ. ઉપરાંત, ઇન્દોર વોટર પાર્ક આગામી ત્રિમાસિકમાં કામગીરી શરૂ કરશે. ઇન્દોર અને ઉજ્જૈન જેવા ઉચ્ચ-સંભવિત ક્ષેત્રમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ વોટર પાર્ક માટે અમને એટીએમવિશ્વાસ છે કે આ પાર્કમાં મુલાકાતીઓ ઉત્સાહી રીતે મુલાકાત લેશે.”
ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ વિશે
ઇમેજિકાવર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ (BSE: 539056; NSE: IMAGICAA) એ ભારતમાં અગ્રણી થીમ અને વોટર પાર્ક, જેમાં ઈમેજિકા, વેટ એન્ડ જોય, સાઈ તીર્થ અને એક્વા ઈમેજિકાનો સમાવેશ થાય છે, આ વિવિધ સ્થળોની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. આ કંપની રોમાંચક રાઇડ્સ અને વોટર સ્લાઇડ્સથી લઈને આધ્યાત્મિક આકર્ષણો સુધી, પરિવારો અને તમામ વયના પ્રવાસીઓને સેવા પ્રદાન કરવા માટે, રોમાંચક અનુભવોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. ઈમેજિકાવર્લ્ડના પાર્ક્સમાં વિશ્વ-સ્તરીય મનોરંજન પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.
સેફ હાર્બર સ્ટેટમેન્ટ:
આ દસ્તાવેજમાં ભવિષ્યની સ્થિતિ, ઘટનાઓ અથવા પરિસ્થિતિઓને લગતા નિવેદનો, જેમાં યોજનાઓ અને ઉદ્દેશ્યો, સંશોધન અને વિકાસની પ્રગતિ અને પરિણામો, સંભવિત પ્રોજેક્ટ લાક્ષણિકતાઓ, પ્રોજેક્ટ સંભવિતતા અને પ્રોજેક્ટ સંબંધિત મુદ્દાઓ માટેની લક્ષ્ય તારીખો વિશેના નિવેદનો પણ શામેલ છે પરંતુ તેના સુધી તે મર્યાદિત નથી, અને આ બધા ભવિષ્યના નિવેદનો છે જે માત્ર અંદાજો અને વર્તમાન અને વિકાસશીલ પરિસ્થિતિઓ પર ભવિષ્યની ઘટનાઓની અપેક્ષિત અસરો પર આધારિત રીતે રજૂ કરવમાં આવ્યા છે. આ નિવેદનો અનેક જોખમો અને અનિશ્ચિતતાઓને આધીન છે અને ભવિષ્યના ચોક્કસ પરિણામોની આગાહી કરતા નથી. વાસ્તવિક પરિણામો ભવિષ્યલક્ષી નિવેદનોમાં અપેક્ષિત પરિણામો કરતા નોંધપાત્ર રીતે અલગ હોઈ શકે છે. કંપની વાસ્તવિક પરિણામોમાં ધારણાઓ અથવા અન્ય પરિબળોને દર્શાવવા માટે ભવિષ્યલક્ષી નિવેદનોને અપડેટ કરવા માટે કોઈ પણ રીતે જવાબદાર નથી.