અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એલોન મસ્કની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. મસ્કની કુલ સંપત્તિમાં એક જ દિવસમાં 26.5 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 2,442,670 કરોડનો વધારો જોવા મળ્યો છે, જે તેમની કુલ સંપત્તિને 290 બિલિયન ડોલર સુધી લઈ ગયો છે. જો આ ઉછાળો ચાલુ રહેશે, તો મસ્ક ટૂંક સમયમાં $300 બિલિયન ક્લબમાં જોડાઈ શકે છે. આટલું જ નહીં બુધવારે મસ્કની કંપની ટેસ્લાના શેર લગભગ રોકેટ બની ગયા હતા. આ શેર્સમાં એક જ દિવસમાં 14.75 ટકાનો વધારો નોંધાયો હતો. હાલમાં, ટેસ્લાના શેરની કિંમત $288.53 પર છે.
5 વર્ષમાં 1054% સુધીનું વળતર?
જોકે, શરૂઆતના ટ્રેડિંગમાં પણ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને એક તબક્કે તે ઘટીને $278 પર આવી ગયો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં ટેસ્લાના શેરમાં 4%નો વધારો થયો છે, જ્યારે તેણે 3 મહિનામાં 25% થી વધુ રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં ટેસ્લાના શેરે 1054% સુધીનું વળતર આપ્યું છે.
શેર કેમ રોકેટ બન્યા?
ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં જીત બાદ ટેસ્લાના શેરમાં 14.75%નો વધારો થયો છે. રોકાણકારોનું માનવું છે કે ટ્રમ્પની જીતથી ઇલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવતી સબસિડીમાં ઘટાડો થશે, જે ટેસ્લા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
આ અબજોપતિઓની સંપત્તિમાં પણ વધારો
ટ્રમ્પની જીત બાદ અમેરિકાના ઘણા અબજોપતિઓની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. જેમાં જેફ બેઝોસ, લેરી એલિસન, વોરેન બફેટ, લેરી પેજ, સેર્ગેઈ બ્રિન, જેન્સન હુઆંગ, માઈકલ ડેલ, સ્ટીવ બાલ્મર અને બિલ ગેટ્સનો સમાવેશ થાય છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ…
એલોન મસ્કની સંપત્તિમાં 26.5 અબજ ડોલરનો વધારો થયો છે
લેરી એલિસનની સંપત્તિમાં $9.88 બિલિયનનો વધારો થયો છે
વોરન બફેટની સંપત્તિમાં $7.58 બિલિયનનો વધારો થયો છે
લેરી પેજની સંપત્તિમાં $5.53 બિલિયનનો વધારો થયો છે
સર્ગેઈ બ્રિનની સંપત્તિમાં $5.17 બિલિયનનો વધારો થયો છે
જેન્સન હુઆંગની સંપત્તિમાં $4.86 બિલિયનનો વધારો થયો છે
આ પણ વાંચો – ટેસ્લાના શેરમાં આવ્યો 15%નો ઉછાળો, ટ્રમ્પની જીતથી એલન મસ્કને મળશે ચાંદી?