Today’s Auto News
Auto News: કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો પર આપવામાં આવતી સબસિડી વધુ બે મહિના માટે લંબાવી છે. સરકારે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 (EMPS) હેઠળ રૂ. 778 કરોડ પણ જારી કર્યા છે. તેનો ઉપયોગ 30 સપ્ટેમ્બર 2024 સુધી કરી શકાશે. મોદી સરકારે માર્ચ 2024માં આ યોજનાની જાહેરાત કરી હતી અને 500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. તેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવ્યો હતો. હવે આ યોજના હેઠળ 5,60,789 વાહનોને લાભ મળશે. મહત્તમ લાભ 5,00,080 ટુ-વ્હીલર અને 47,119 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સને આપવામાં આવશે.
Auto News EMPS 2024 શું છે?
કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણ ઘટાડવા માટે આ યોજના શરૂ કરી છે. Auto News આ યોજનામાં ખાનગી અને કોમર્શિયલ ટુ-વ્હીલર્સને નાણાકીય સહાય આપવામાં આવે છે. થ્રી-વ્હીલર કોમર્શિયલ વાહનોને પણ આ સહાય મળે છે. આ યોજના હેઠળ, દરેક kWh બેટરી માટે પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.
Car Paint Maintenance: તમારી કારને વર્ષો સુધી ચકાચક રાખવા માટે કરો આ કામ