ભારતમાં ઘણી લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર છે, જે પોતાની કિંમત અને શાનદાર ડિઝાઇનને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આ કારો માત્ર તેમની ઝડપી સ્પીડ અથવા સ્ટાઈલ માટે જાણીતી નથી, પરંતુ તેમના માલિકોની ઓળખ પણ બની જાય છે. ભારતના કેટલાક ધનિક અને પ્રખ્યાત લોકો જેમ કે બિઝનેસ ટાયકૂન, બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટરો પાસે આ મોંઘી કાર છે. આ કારોની કિંમત કરોડોમાં છે, અને તેને ખરીદવી દરેકની પહોંચમાં નથી. ચાલો જાણીએ ભારતની કેટલીક સૌથી મોંઘી કાર અને તેના માલિકો વિશે.
બેન્ટલી મુલ્સેન EWB આવૃત્તિ (14 કરોડ)
બ્રિટિશ બાયોલોજિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર વી.એસ. રેડ્ડી પાસે Bentley Mulsanne EWB એડિશન છે, જેની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે. આ લક્ઝરી કારમાં 6.75-લિટરનું V8 એન્જિન છે, જે 506 હોર્સપાવર અને 1,020 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
રોલ્સ રોયસ ફેન્ટમ VIII EWB (10.49 કરોડ)
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી કસ્ટમાઈઝ્ડ રોલ્સ રોયસ ફેન્ટમ VIII EWB ધરાવે છે જેની કિંમત રૂ. 12 કરોડથી વધુ છે. આ કારમાં 6.75-લિટર ટ્વીન-ટર્બો V12 એન્જિન છે, જે 571 BHP અને 900 NM ટોર્ક જનરેટ કરે છે.
મર્સિડીઝ-બેન્ઝ S600 ગાર્ડ (10.5 કરોડ)
મુકેશ અંબાણીની લક્ઝરી કારના અદભૂત કલેક્શનમાં મર્સિડીઝ S600 ગાર્ડ પણ સામેલ છે, જે બુલેટપ્રૂફ લક્ઝરી સેડાન છે. આ કાર 6.0-લિટર V12 એન્જિનથી સજ્જ છે, જે 523 હોર્સપાવર અને 830 NM ટોર્ક ઉત્પન્ન કરે છે. આશરે રૂ. 10 કરોડની કિંમતની આ કાર સેફ્ટી અને પરફોર્મન્સ બંનેનું શાનદાર સંયોજન છે.
રોલ્સ રોયસ ઘોસ્ટ બ્લેક બેજ (10 કરોડ)
રોલ્સ રોયસ ઘોસ્ટ બ્લેક બેજ બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીની કારમાં સૌથી મોંઘી છે, જેની કિંમત લગભગ 12.25 કરોડ રૂપિયા છે. આ લક્ઝરી કારમાં 6.75-લિટર ટ્વીન-ટર્બોચાર્જ્ડ V12 એન્જિન છે, જે 592 BHP અને 900 NM ટોર્ક જનરેટ કરે છે.
મેકલેરેન 765 એલટી સ્પાઈડર (12 કરોડ)
હૈદરાબાદના બિઝનેસમેન નસીર ખાન પાસે McLaren 765 LT સ્પાઈડર છે, જેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. આ ઉચ્ચ-પ્રદર્શન સ્પોર્ટ્સ કારમાં 4.0-લિટર ટ્વિન-ટર્બો V8 પેટ્રોલ એન્જિન છે, જે 765 BHP અને 800 NM ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં 7-સ્પીડ સિક્વન્શિયલ ગિયરબોક્સ પણ છે, જે તેના પરફોર્મન્સને વધુ સુધારે છે.
આ પણ વાંચો – સોકુડો એક્યુટ ઇલેક્ટ્રિક સ્કૂટર કેવું છે? જાણો તેની કિંમત અને તેના ફીચર્સ