વિશ્વની સૌથી નાની કાર પીલ પી50 છે, જે બ્રિટનની પીલ એન્જિનિયરિંગ કંપની દ્વારા બનાવવામાં આવી હતી. આ કાર તેના કોમ્પેક્ટ કદ અને અનોખા ડિઝાઇનને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
આ કારનું ઉત્પાદન પીલ એન્જિનિયરિંગ કંપની દ્વારા ૧૯૬૨ થી ૧૯૬૫ ની વચ્ચે કરવામાં આવ્યું હતું. કંપનીનો ઉદ્દેશ્ય એવી કાર બનાવવાનો હતો જે સરળ, હલકી અને આર્થિક હોય. આ કારનું આધુનિક વર્ઝન પણ 2010 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
પીલ P50 કારની વિશેષતાઓ વિશે વાત કરીએ તો તેની લંબાઈ 54 ઈંચ (137 સેમી), પહોળાઈ 39 ઈંચ (99 સેમી), ઊંચાઈ 39.4 ઈંચ (100 સેમી) અને વજન માત્ર 59 કિલો છે.
પીલ પી50 કારની બેઠક ક્ષમતા ફક્ત એક વ્યક્તિની છે. આ કારમાં ફક્ત એક જ દરવાજો અને ત્રણ પૈડા છે. આ કારની મહત્તમ ગતિ 60 કિમી/કલાક છે. પીલ P50 ને “વિશ્વની સૌથી નાની કાર” તરીકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી છે.
પીલ P50 એટલું નાનું છે કે તેને સ્કૂટર કરતા હલકું અને નાનું માનવામાં આવે છે. તેની પહોળાઈ એટલી ઓછી છે કે તે ઘરના દરવાજામાંથી સરળતાથી પસાર થઈ શકે છે અને એક પણ વ્યક્તિ તેને હાથથી ખેંચી શકે છે.
આ કારના જૂના મોડેલની કિંમત લગભગ $2000 હતી, પરંતુ હવે તેનું આધુનિક ઇલેક્ટ્રિક વર્ઝન લગભગ $13,000 (રૂ. 10 લાખ) માં ઉપલબ્ધ છે.