ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. આ પહેલા બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ હતી. જે ભારત 4-1થી જીતવામાં સફળ રહ્યું. ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. જેના માટે ટીમ ઈન્ડિયા નાગપુર પહોંચી ગઈ છે. 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10:30 વાગ્યે ટીમ ઈન્ડિયા નાગપુર એરપોર્ટથી બહાર આવતી જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એરપોર્ટ પર ખેલાડીઓનો ખાસ અંદાજ જોવા મળ્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ નાગપુર પહોંચી ગઈ છે. રવિવારે રાત્રે, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને અન્ય ટીમના ખેલાડીઓ નાગપુર એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓ આવતાની સાથે જ ચાહકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ અને ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.
નાગપુર એરપોર્ટ પર ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શ્રેયસ ઐયર અને યશસ્વી જયસ્વાલ તેમના કેઝ્યુઅલ અને કૂલ લુકમાં જોવા મળ્યા, જ્યારે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી હંમેશની જેમ તેમના સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા. ખેલાડીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે.