સોમવારે ફ્લોરિડાથી જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફરતી વખતે એરફોર્સ વન પર પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું મોદી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સ્વીકારવા માટે સંમત થયા છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે મોદી જે યોગ્ય છે તે કરશે. અમે ચર્ચા કરી રહ્યા છીએ. સવારે મોદી સાથે મારી લાંબી વાતચીત થઈ. તેઓ આવતા મહિને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવાના છે. ભારત સાથે અમારા સારા સંબંધો છે. મોદી સાથેના ફોન કોલમાં બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ
અગાઉ, વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ યુએસ-ભારત વ્યૂહાત્મક ભાગીદારી અને ઇન્ડો-પેસિફિક ક્વાડ ભાગીદારીને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસ મુલાકાતની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ સહયોગ વધારવા અને સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી.
તેમણે ઈન્ડો-પેસિફિક, મધ્ય પૂર્વ અને યુરોપમાં સુરક્ષા સહિત વિવિધ પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં બનેલા સુરક્ષા સાધનોની ભારતની ખરીદી વધારવા અને દ્વિપક્ષીય વેપાર સંબંધો વધારવાના મહત્વ પર ભાર મૂક્યો. વ્હાઇટ હાઉસે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે ભારત આ વર્ષના અંતમાં પહેલી વાર ક્વાડ નેતાઓનું આયોજન કરશે.