છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. મંગળવારે, સુરક્ષા દળોએ એક નક્સલીને ઠાર માર્યો, જેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આજના ઓપરેશનમાં અત્યાર સુધીમાં 16 નક્સલીઓ માર્યા ગયા છે.
છત્તીસગઢ-ઓડિશા સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. નક્સલી પ્રતાપ રેડ્ડી રામચંદ્ર ઉર્ફે ચલપતિ પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. ગારિયાબાદના એસપી નિખિલ રેખાએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં એસએલઆર રાઇફલ્સ જેવા સ્વચાલિત હથિયારોનો સમાવેશ થાય છે. ભાલુદીઘીની ટેકરીઓમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે આ નક્સલવાદ માટે બીજો મોટો ફટકો છે. આપણા સુરક્ષા દળોએ ભારતને નક્સલમુક્ત બનાવવામાં મોટી સફળતા મેળવી છે. સીઆરપીએફ, ઓડિશા એસઓજી અને છત્તીસગઢ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં 14 નક્સલીઓને ઠાર માર્યા.
તમને જણાવી દઈએ કે ઓડિશાના નુઆપાડા જિલ્લાથી પાંચ કિલોમીટર દૂર છત્તીસગઢના કુલારીઘાટ જંગલોમાં નક્સલીઓની હાજરીની માહિતી મળ્યા બાદ 19 જાન્યુઆરીએ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.