વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, યુક્રેનમાં લડવા માટે રશિયન સૈન્ય દ્વારા તૈનાત કરાયેલા ઓછામાં ઓછા 16 ભારતીય નાગરિકો ગુમ છે, જ્યારે અત્યાર સુધીમાં 12 લોકો માર્યા ગયા છે. રશિયાના યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન રશિયન સેનામાં સેવા આપતા એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો ત્યારબાદ આ વિકાસ થયો છે.
આ પછી, ભારતે મોસ્કો સમક્ષ આ મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો અને રશિયન દળોને વહેલી તકે તમામ ભારતીયોને મુક્ત કરવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ કહે છે કે આજ સુધીમાં રશિયન સેનામાં સેવા આપતા ભારતીય નાગરિકોના 126 કેસ નોંધાયા છે. આમાંથી 96 લોકો ભારત પાછા ફર્યા છે અને તેમને રશિયન સશસ્ત્ર દળોમાંથી રજા આપવામાં આવી છે. રશિયન સેનામાં ૧૮ ભારતીય નાગરિકો બાકી છે અને તેમાંથી ૧૬ ક્યાં છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
#WATCH | Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "The death of Binil Babu is extremely unfortunate. We have conveyed our condolences to the family. Our embassy is in touch with the Russian authorities so that his mortal remains could come back to India as soon as possible.… pic.twitter.com/xgAEHI0UyY
— ANI (@ANI) January 17, 2025
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે બચી ગયેલા લોકોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમના વતન પરત ફરવાની માંગ કરી રહ્યા છીએ. રશિયન સેનામાં સેવા આપતા 12 ભારતીય નાગરિકોના મોત થયા છે.