US Mass Shooting: અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના સવાન્નાહમાં બે મહિલાઓ વચ્ચેની દલીલ બાદ સામૂહિક ગોળીબારની ઘટના બની છે. જેમાં અગિયાર લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ શહેરના લોકપ્રિય પ્રવાસી આકર્ષણ એલિસ સ્ક્વેરમાં શનિવારે મધરાતે ગોળીબાર થયો હતો. રવિવારના રોજ સવાન્ના પોલીસ વિભાગના નિવેદન અનુસાર, તમામ 11 પુખ્ત પીડિતોની સારવાર કરવામાં આવી હતી અને ત્યાં કોઈ મૃત્યુ થયું ન હતું.
શનિવારે રાત્રે બે અલગ-અલગ જગ્યાએ ફાયરિંગ થયું હતું.
દરિયાકાંઠાનું શહેર તાજેતરના દિવસોમાં ગોળીબારની ઘટનાઓથી ઘેરાયેલું છે. સવાન્ના પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે બે અલગ-અલગ જીવલેણ ગોળીબારમાં એક પુરૂષ પુખ્ત અને એક પુરૂષ કિશોરનું મોત થયું હતું અને એક પુરુષ કિશોર ઘાયલ થયો હતો. સવાનાહના મેયર વેન જોહ્ન્સને જણાવ્યું હતું કે બંદૂકોનો પ્રસાર એ રોજિંદા ગોળીબારનું મુખ્ય કારણ છે અને બંદૂક નિયંત્રણના યોગ્ય કાયદા હોવા જરૂરી છે.