દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કસ્તુરબા નગરના કોટલા મુબારકપુર વોર્ડની દિલ્હી મહિલા કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પ્રિયંકા અગ્રવાલ શનિવારે (૧૧ જાન્યુઆરી) આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પ્રિયંકા અગ્રવાલને પાઘડી અને ટોપી પહેરાવીને આમ આદમી પાર્ટીનું સભ્યપદ આપ્યું અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી પૂરી તાકાતથી લડી રહી છે. પ્રિયંકા અગ્રવાલનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત છે. તેમના આગમનથી કસ્તુરબા નગર વિધાનસભા સહિત સમગ્ર દિલ્હીમાં આમ આદમી પાર્ટી મજબૂત થશે.
दिल्ली महिला कांग्रेस की वरिष्ठ उपाध्यक्ष प्रियंका अग्रवाल जी ने आज आम आदमी पार्टी के जनहितकारी कार्यों और नीतियों से प्रभावित होकर @ArvindKejriwal जी की मौजूदगी में AAP की सदस्यता ग्रहण की। pic.twitter.com/gxHJIVrI4A
— AAP (@AamAadmiParty) January 11, 2025
5 ફેબ્રુઆરીએ થશે મતદાન
તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલા સમયપત્રક મુજબ, દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં થશે. 8 ફેબ્રુઆરીના રોજ મતગણતરી બાદ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2025 ની પ્રથમ મોટી ચૂંટણી હશે.
સમયપત્રક મુજબ, દિલ્હી ચૂંટણી માટેનું જાહેરનામું 10 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી છે, જ્યારે ઉમેદવારોની ચકાસણી 18 જાન્યુઆરીએ કરવામાં આવશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મુખ્ય લડાઈ AAP અને ભાજપ વચ્ચે માનવામાં આવી રહી છે. બંને પક્ષો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. આજે ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું. તેમણે AAP ને ભ્રષ્ટ ગણાવ્યું, પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભાજપ પર મતદારોને પ્રભાવિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે.