Russia War News: રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલેલા યુદ્ધમાં ક્રેમલિનને જાન-માલનું ભારે નુકસાન થયું છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટો નિર્ણય લીધો છે અને પોતાના વર્તમાન રક્ષા મંત્રીને પદ પરથી હટાવી દીધા છે.
પુતિને વર્તમાન રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુના સ્થાને એન્ડ્રે બેલોસોવને સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સીએનએનને ટાંકીને કહ્યું છે કે નોંધનીય છે કે સર્ગેઈ શોઇગુને રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ બનાવવામાં આવ્યા છે. આ સાથે તેઓ રશિયન ફેડરેશનના મિલિટરી-ઇન્ડસ્ટ્રીયલ કમિશનમાં પુતિનના ડેપ્યુટી પણ હશે.
યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાએ લીડ મેળવી
આ મોટો ફેરફાર એવા સમયે થયો છે જ્યારે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાએ બાજી મેળવી લીધી છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 થી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો બંને બાજુથી વિસ્થાપિત થયા છે.