કોંગ્રેસ 26 જાન્યુઆરી 2025થી ‘સેવ કોન્સ્ટીટ્યુશન નેશનલ માર્ચ’ કાઢશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે CWC માને છે કે ‘ભારત જોડો યાત્રા’એ કોંગ્રેસને ‘સંજીવની’ આપી હતી અને તે કોંગ્રેસના રાજકારણમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો.
એપ્રિલમાં AICCનો કાર્યક્રમ યોજાશે
જયરામ રમેશે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે પાર્ટીના તમામ કાર્યકરોએ મહાત્મા ગાંધીના બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. તેમણે કહ્યું કે હવે ફેબ્રુઆરીથી નવેમ્બર 2025 વચ્ચે CWCની કોઈ બેઠક નહીં થાય, અમે એપ્રિલમાં ગુજરાતમાં AICC કાર્યક્રમનું આયોજન કરીશું. તેમણે કહ્યું કે આવતીકાલથી કર્ણાટકથી ‘જય બાપુ જય ભીમ જય સંવિધાન’ અભિયાન શરૂ થશે. જો કે હવે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.
સોનિયા ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને પત્ર લખ્યો હતો
અગાઉ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધીનો વારસો વર્તમાન સરકાર (ભાજપ)થી ખતરામાં છે. તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીને પત્ર લખીને કહ્યું હતું કે વર્તમાન સરકારે ક્યારેય આઝાદી માટે લડાઈ નથી કરી, બલ્કે મહાત્મા ગાંધીનો સખત વિરોધ કર્યો છે અને તેમની હત્યા કરનાર વ્યક્તિનું ગૌરવ વધાર્યું છે.