જાપાન એરલાઇન્સ (JAL) ને ગુરુવારે (26 ડિસેમ્બર) સવારે સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો. જેના કારણે તેમની આંતરિક અને બાહ્ય વ્યવસ્થાઓ પ્રભાવિત થઈ હતી. જાપાન એરલાઈન્સ (JAL) એ સ્થાનિક સમય મુજબ સવારે 7:24 વાગ્યે સાયબર હુમલાની પુષ્ટિ કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપતાં “સાયબર હુમલાને કારણે ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.”
જાપાન એરલાઈન્સના પ્રવક્તાએ માહિતી આપી
એરલાઇન્સ (JAL) એ સાયબર હુમલાની વાત સ્વીકારી છે. તે જ સમયે, એરલાઇનના પ્રવક્તાએ એએફપીને જણાવ્યું હતું કે આ હુમલાને કારણે ફ્લાઇટમાં વિલંબ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. ઉલ્લેખનીય છે કે જાપાન એરલાઈન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઈન્સ છે. જાપાનની સૌથી મોટી એરલાઇન ઓલ નિપ્પોન એરવેઝ (ANA) છે.
જાપાનમાં સાયબર હુમલા વધી રહ્યા છે
જાપાનમાં તાજેતરના સમયમાં સાયબર હુમલાના કેસમાં વધારો થયો છે. આ પહેલા 2022માં ટોયોટાને પણ સાયબર એટેકનો સામનો કરવો પડ્યો હતો. આ હુમલાથી કંપનીને પણ મોટું નુકસાન થયું છે. આ હુમલાને કારણે ટોયોટાના ઘરેલુ પ્લાન્ટ આખો દિવસ બંધ રહ્યા હતા.
આ વર્ષે જૂનમાં લોકપ્રિય જાપાનીઝ વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ નિકોનિકોને પણ સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ નિકોનિકોએ પણ તેની સેવા સસ્પેન્ડ કરવી પડી હતી. આ સિવાય 2024માં જ સિએટલ-ટાકોમા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ સાઈબર એટેકનો સામનો કરવો પડ્યો હતો. આ સાયબર હુમલાના કારણે સિએટલની ઈન્ટરનેટ અને વેબ સિસ્ટમમાં સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી.