દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી આતિષીની નકલી ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે એક પોસ્ટ કરી છે.
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે એક પોસ્ટ લખી છે તેઓએ આગામી થોડા દિવસોમાં નકલી કેસ બનાવીને આતિશીજીની ધરપકડ કરવાની યોજના બનાવી છે. તે પહેલા “AAP” ના વરિષ્ઠ નેતાઓ પર દરોડા પાડવામાં આવશે. કેજરીવાલે લખ્યું છે કે તેઓ આજે 12 વાગ્યે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે.