હરિયાણાના પંચકુલામાં એક રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગમાં એક યુવતી અને બે યુવકોને ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું. મોર્ની રોડના બુર્જાકોટિયા રોડ પર આવેલી ‘સુલતનત રેસ્ટોરન્ટ’માં રાત્રે લગભગ 3 વાગ્યે આ ઘટના બની હતી, જેમાં એક યુવતી અને બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. મૃતકો દિલ્હીના રહેવાસી હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 20 વર્ષની યુવતી સાથે બે યુવકો જન્મદિવસની પાર્ટી મનાવવા માટે સુલ્તનત રેસ્ટોરન્ટમાં રોકાયા હતા. મળતી માહિતી મુજબ જૂની અદાવતના કારણે ત્રણેયની હત્યા કરવામાં આવી છે. મૃતકની ઉંમર 20 થી 25 વર્ષની છે. ઇટીઓસ કારમાં ત્રણ યુવકો આવ્યા અને ગોળી મારીને હત્યા કરીને ભાગી ગયા. આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં બપોરે 3.30 વાગ્યે થઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને મોર્ચરીમાં રાખ્યા છે.