Chhotaudepur Lok Sabha Election : પંચમહાલના હાલોલ ખાતે કંજરી સ્ટેટના રાજવી પરિવારના મોભી અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે પોતાના પરિવાર સાથે કંજરીની કન્યા શાળા ખાતે મતદાન કર્યું હતું. આ સાથે જ તેમણો લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
રાજ્યમાં હાલ તો ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મતદાનને લઈને ખૂણે ખૂણે મતદારોનો ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સામાન્ય માણસ થી લઈને દિગ્જ્જો મોટા માથાઓ તેમજ અનેક હસ્તીઓ મતદાન માટે આગળ આવ્યા છે. ત્યારે આ દરમિયાન કંજરી સ્ટેટના રાજવી પરિવારના મોભી જયદ્રથસિંહ પરમાર પણ તેમના પરિવાર સાથે મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે કંજરી સ્ટેટના રાજવી પરિવારના મોભી તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે તેમના પુત્ર કંજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર સહીત પોતાના પરિવાર સાથે કંજરીની કન્યા શાળા ખાતે મતદાન કર્યું છે. મતદાન કર્યા બાદ અન્ય લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે. આ સાથે જ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.