Loksabha Election 2024: મતદાનના સંદર્ભમાં અનેકવિધ ફરિયાદો-પ્રશ્નોના વિષયમાં કરવામાં આવેલી ફરિયાદનો નિકાલ.રાજકોટ લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ગુજરાત ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ કન્વીનર અનીલભાઈ દેસાઈ અને રાજકોટ ભાજપ લીગલ સેલના કન્વીનર પીયૂષભાઈ શાહના નેતૃત્વ હેઠળ રાજકોટના 50 જેટલા એડવોકેટ્સઓએ આજે સવારે પોતાના વિસ્તારમાં મતદાન પૂર્ણ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં સવારથી જ કાર્યરત રહી આવેલા પ્રશ્નો અને ફરિયાદોનો કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે સંકલન કરીને નિકાલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આજે સવારથી જ વિવિધ મતદાન મથકો ઉપર મતદાનના સંદર્ભમાં આવેલી વિવિધ ફરિયાદોમાં આશરે 50 જેટલા પ્રશ્નો આવેલ હતા. મુખ્યત્વે ઈવીએમ મશીન ધીમા ચાલવાની ફરિયાદો મહદઅંશે હતી તેમજ અલગ અલગ મતદાન મથકોમાં સિનીયર સિટીઝન માટે મતદાન મથક સુધી પહોંચવા માટે વ્હીલચેરનો પ્રબંધ કરવા અંગે બે મતદાન મથકો માતૃ વીરબાઈ માં મહિલા કોલેજ તથા આત્મીય કોલેજમાં કરવામાં આવ્યો હતો અને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સવારના સિનીયર સિટીઝન મતદારોની સંખ્યા વધારે હોવાના કારણે બેસવા માટે બાંકડાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ મતદાન મથકોમાં ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 ઓળખ માટેના ઓળખકાર્ડ કે જે ચૂંટણી પંચે માન્ય કરેલા છે તેના સંદર્ભમાં અલગ અલગ પ્રિસાઈડીંગ ઓફીસરો અલગ અલગ અર્થઘટન કરતા હોવાના કારણે મતદારો મતદાનથી વંચિત ન રહે તેના બારામાં કલેક્ટરનું ધ્યાન દોરી આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. તેમજ મતદાન મથકમાં ઘણા મતદારો ભૂલથી મોબાઈલ ફોન સાથે લઈ ગયા હોય તો ચૂંટણી અને પોલીસ સ્ટાફ સાથે મતદારોને નાનો મોટો સંઘર્ષ થવા પામ્યો હતો આ વિષયમાં મોબાઈલ સ્વીચ ઓફ કરીને મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા માટે અધિકારીઓએ સહમતી આપેલી હતી. બે મતદાન મથકમાં ઈવીએમ મશીન બદલાવવાની જરૂરીયાત ઉભી થવાના કારણે તેટલો સમય દિવસના અંતે વધારવા માટે કલેક્ટર ઓફીસે હકારાત્મક વલણ દાખવેલ છે. રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી તાલુકામાં ચાંપાબેડા ગામે મતદાન થતુ અટકાવવાના પ્રયાસો થતા હોવાની અલગ અલગ ફરિયાદો મળી હોવાના કારણે મદદનીશ ચૂંટણી અધિકારી ચક્રવર્તીનું ધ્યાન દોરીને વધારાનો પોલીસ ફોર્સ મુકવા અને મતદારો નિર્ભય રીતે મતદાન કરે તેવું વાતાવરણ સર્જવા ધ્યાન દોર્યું હતું.
ભાજપ લીગલ સેલ દ્વારા રાજકોટ શહેરમાં વોર્ડ પ્રમાણે એડવોકેટોની નિશ્ચિત જવાબદારી કરવામાં આવેલ હતી તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં વિધાનસભાની બેઠક દીઠ, તાલુકા દીઠ અને જિલ્લા પંચાયતની બેઠક દીઠ એડવોકેટની જવાબદારી નિશ્ચિત કરવામાં આવેલ હતી અને આ સૌ એડવોકેટોએ પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સાથે સંકલન કરીને કલેક્ટર અને પોલીસ તંત્ર સાથે પ્રશ્નોનો ઉકેલ લાવવાની દીશામાં કાર્યરત રહ્યા હતા.
ગુજરાત ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ કન્વીનર અનીલભાઈ દેસાઈ અને રાજકોટ ભાજપ લીગલ સેલના કન્વીનર પીયૂષભાઈ શાહના નેતૃત્વ હેઠળ, ડો.કિરીટ પાઠક, કમલેશભાઈ ડોડીયા, ડો.જીજ્ઞેશ જોશી, આબિદ સોસન, રાકેશ ગૌસ્વામી, શૈલેષ વ્યાસ, દિલસુખ રાઠોડ, મુકેશ પીપળીયા, અભિષેક શુક્લ, પારસ શેઠ, જસ્મીન ગઢીયા, રાહુલ મકવાણા, જીતેન્દ્ર પારેખ, મનીષ દવે, દિલેશ શાહ, જીતેન્દ્રગીરી ગોસ્વામી, મહેશ સખીયા, અજય જોશી, નીલેશ પટેલ, યશ ચોલેરા, જીતેશ રાઠોડ, અશ્વિનભાઈ મહાલીયા, સી.એચ.પટેલ, પી.સી.વ્યાસ, ભાવેશ રંગાણી, બાલાભાઈ સેફાતરા, બલરામ પંડીત, ધવલ પડીયા, હેમલભાઈ ગોહેલ, મુકેશભાઈ પંડ્યા, હેતુ જસાણી, યોગેશ રાઠોડ, રવિરાજસિંહ રાઠોડ, હિરેનભાઈ શેઠ, અમિત લોકવાણી, ચિરાગ શાહ, મયુરભાઈ ભટ્ટ, નેહા જોશી, સાગર હપાણી, વિજય જોશી સહિતના એડવોકેટઓ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઉપસ્થિત રહ્યા હતા.