Lok Sabha Election : આજે લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ ભારત સરકારનાં ચેરમેન સુનીલ સિંધીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. સુનિલ સિંધીએ પરિવાર સાથે સનાથલ સ્કૂલ ખાતે મતદાન મથક પર લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો.
ગૌતમ અદાણીએ મતદાન કર્યું
મૂળ ગુજરાતી એવા મોટા બિઝનેસમેન ગૌતમ અદાણીએ તેઓનાં પરિવાર સાથે પોતાનો કિંમતી મત આપ્યો હતો.
ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું
કચ્છી લોક ગાયિકા ગીતા રબારીએ મતદાન કર્યું હતું. ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું હતું. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગીતા રબારીએ કહ્યું હતું કે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન જરૂરી છે.
શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું હતું. ગાંધીનગર સેક્ટર-19 માં મતદાન કર્યું હતું. શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઈ વાંધો ઉઠાવ્યો હતો. બુથમાં ભાજપનાં એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ મુક્યો હતો. ચૂંટણી કમિશ્નરને મારી રજૂઆત છે કે તેમણે આ અટકાવવું જોઈએ.