Gujarat Lok Sabha Election2024: દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠક માટે ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. સુરતની સીટ બિનહરીફ જાહેર થતા હવે કુલ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે. પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે.
રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચે પણ વધુ મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ભાજપ છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય સમાજની નારાજગી ઝેલી રહ્યો છે. ત્યારે આ વખતે મતદાનમાં તેની અસર જોવા મળશે કે નહીં તે આવનારો સમય જ કહેશે.