Loksabha Election 2024: લોકશાહીના પર્વમાં જેની આતુરતાથી રાહ જોવાતી હોય તે ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે ગુજરાતના 5 વિસ્તાર એવા છે કે જ્યાં મતદારોએ 2-2 વાર મતદાન કરવું પડશે.
લોકસભા અને વિધાનસભા માટે મતદાન
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકની સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી પણ આજે જ યોજાવાની છે. જેના પગલે આ પાંચ વિધાનસભા વિસ્તારમાં આવતા મતદારોએ લોકસભા અને વિધાનસભા બંને માટે મતદાન કરવાનું રહેશે.
જાણો કઇ બેઠક પર થશે મતદાન ?
લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ છે. 1-પોરબંદર, 2-વિજાપુર, 3-ખંભાત, 4-માણાવદર અને 5-વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે.
કોની કોની વચ્ચે ટક્કર?
આ બેઠકોમાં પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે. આ પાંચેય બેઠકોના ઉમેદવારની વાત કરીએ તો પોરબંદર બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના રાજુ ઓડેદરા વચ્ચે ટક્કર થશે. માણાવદર બેઠક પર ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હરી પટેલ, વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુ ગોહિલ, ખંભાત બેઠક પર ભાજપના ચિરાગ પટેલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર, વિજાપુર બેઠક પર ભાજપના સી. જે. ચાવડા અને દિનેશ પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે