Lokshabha election : ગુજરાતમાં આજે લોકશાહીનું પર્વ ઉજવાઇ રહ્યુ છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યુ છે અને રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ મતદાન કર્યુ છે. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે પરિવાર સાથે મતદાન કર્યુ છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યુ છે. હર્ષ સંઘવી આજે સવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. તેઓ પરિવારની સાથે વાજતે ગાજતે મતદાન મથક પહોંચ્યા અને મતદાન કર્યું હતું.
નોંધનીય છે કે, નવસારી લોકસભા મત વિસ્તારમા હર્ષ સંઘવી રહે છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સીઆર પાટીલ મેદાનમાં છે.
મતદાન પહેલા હર્ષ સંઘવીની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા. સંઘવીએ થોડા દિવ, પહેલા નવસારીમાં યોજાયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ભવ્ય રોડ શોમાં પણ હાજરી આપી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ત્યારે કહ્યું હતુ કે, આ ચૂંટણી સામાન્ય નથી. મોદીજી અને દેશના નાગરીકો વચ્ચેના સંબંધની ચૂંટણી છે અને સામે કોંગ્રેસના જૂઠ્ઠાણાંની ચૂંટણી છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં અમદાવાદના નિશાન વિદ્યાલયના મતદાન કેન્દ્ર પરથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. વડાપ્રધાનએ લોકશાહીના આ ચુનાવ મહાપર્વમાં સૌ નાગરિકોને ઉમળકા ભેર મતદાન કરવા અપીલ પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.