ગ્લેન મેક્સવેલ
ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ T20 ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 10,000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો છે. તે 6505 બોલમાં 10 હજારી બન્યો હતો. તેણે કિરોન પોલાર્ડનો રેકોર્ડ તોડ્યો હતો. મેક્સવેલ સૌથી ટૂંકા ફોર્મેટમાં આ આંકડાને સ્પર્શનાર 16મો ક્રિકેટર છે.
કિરોન પોલાર્ડ
આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ બીજા સ્થાને છે. તેણે 6640 બોલમાં દસ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
એલેક્સ હેલ્મ્સ
આ યાદીમાં ચોથા સ્થાન પર ઈંગ્લેન્ડનો એલેક્સ હેલ્સ છે. તેણે 6774 બોલમાં દસ હજાર રન પૂરા કર્યા.
ક્રિસ ગેલ
‘યુનિવર્સ બોસ’ તરીકે જાણીતા ક્રિસ ગેલે 6705 બોલનો સામનો કર્યા બાદ 10 હજાર ઉમેર્યા. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન (14562) બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજના નામે છે.
જોસ બટલર
ઈંગ્લેન્ડના કેપ્ટન અને શાનદાર બેટ્સમેન જોસ બટલર આ યાદીમાં પાંચમા નંબરે છે. તેણે T20 ક્રિકેટમાં 6928 બોલનો સામનો કરીને 10 હજાર પૂરા કરવાનું કારનામું કર્યું.